ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના સામેની લડાઈમાં વિસાવદરના ધારાસભ્ય સહપરિવાર સેવાયજ્ઞમાં જોડાયા - જૂનાગઢ

કોરોના વાઈરસની ભયાનકતાને કારણે હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ ચાલી રહી છે. લોકડાઉનમાં ખાસ કરીને ગરીબ અને મજૂર વર્ગના લોકોની હાલત હવે ખૂબ જ દયાજનક બનતી જાય છે. જેને ધ્યાને રાખીને જૂનાગઢના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા તેમના પત્ની અને બે પુત્રો તેમની વિધાનસભામાં આવતા મજૂરો માટે ભોજનની વ્યવસ્થામાં જોડાયા છે. જ્યાં સુધી લોકડાઉનનો અમલ ચાલુ રહેશે ત્યાં સુધી દરેક મજદૂરને તેમના દ્વારા ભોજન પૂરુ પાડવામાં આવશે, તેવી વ્યવસ્થા હર્ષદ રિબડિયા અને તેમના પરીવારે કરી છે.

કોરોના વાયરસ
કોરોના વાયરસ

By

Published : Apr 21, 2020, 7:56 PM IST

જૂનાગઢ: દેશમાં લોકડાઉનના ચુસ્ત અમલને કારણે તમામ પ્રકારના વેપાર, ધંધા અને રોજગાર બંધ થતા જોવા મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં રોજનું કમાઇને જીવન ગુજારતા ગુજરાતના ગરીબ અને મજૂર વર્ગ માટે હવે ખુબ જ કપરા દિવસો આવી રહ્યા છે. આવા મજૂર અને ગરીબ વર્ગની ચિંતા કરીને જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા મતવિભાગના ધારાસભ્ય હર્ષદ રિબડીયા અને તેનો સમગ્ર પરિવાર મદદે આવ્યો છે. જ્યાં સુધી લોકડાઉનનો સમય ચાલે ત્યાં સુધી ગરીબ અને મજૂર વર્ગના દરેક વ્યક્તિને બે ટંકનું ભોજન પૂરું પાડવાની તેમણે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

કોરોના વાયરસનાને પગલે વિસાવદરના ધારાસભ્યનો સહપરિવાર સેવાયજ્ઞમાં જોડાયો
આ સેવાકાર્યમાં ધારાસભ્ય હર્ષદ રિબડીયા તેમના પત્ની નિશાબેન રીબડીયા અને બંને પુત્રો છેલ્લા 28 દિવસથી જોડાયા છે. જ્યાં સુધી લોકડાઉન ચાલુ રહેશે. ત્યાં સુધી તેમના દ્વારા શરૂ કરવામાં આવેલો આ લોકસેવા યજ્ઞ ચાલુ રહેશે, તેવો ભરોસો અપાવ્યો હતો. ધારાસભ્ય રીબડીયા સમગ્ર સેવાયજ્ઞ પર મોનીટરીંગ કરી રહ્યા છે. તેમના પત્ની નિશાબેન રસોડાની તમામ જવાબદારીઓ સત્સંગ મહિલા મંડળની અન્ય મહિલાઓ થકી સુપેરે પાર પાડી રહી છે.

હર્ષદભાઈના બંને પુત્રો જે ભોજન તૈયાર થાય છે. તેને પેકિંગ કરવાથી લઈને દરેક મજૂરના ઘર અને ખેતર સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details