જૂનાગઢ: વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા રાજ્ય સરકારને પત્ર લખીને ગરીબ મજુર મધ્યમવર્ગના પરિવારોને વીજબિલ અને મકાન કે અન્ય મિલકત માટે લોનના હપ્તા માફ કરવાની માગ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બેન્કો દ્વારા ચડત હપ્તા છે, તે લેણદારો પાસેથી એક સાથે લેવામાં આવશે. ત્યારે આવા પરિવારોને આર્થિક સ્થિતિ ખૂબ જ વિકટ બનશે. તે માટે સરકારે આગળ આવીને આવા પરિવારને આર્થિક સહાયના રુપે પાછલા ચાર મહિનાના હપ્તાઓ માફ કરે તેવી જોગવાઈ કરવાનો પત્ર લખ્યો હતો.
હાલ છેલ્લા 35 દિવસથી લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં તમામ પ્રકારના વર્ગો ખૂબ જ કપરી અને અસહ્ય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. મજુર ગરીબ અને મધ્યમ વર્ગ ખૂબ જ મુશ્કેલીમાં આવી ગયો છે. તેને તેમાંથી બહાર કાઢવા માટે રાજ્ય સરકાર આગળ આવે તેવી માંગ કરતો પત્ર રાજ્યના મુખ્યપ્રધાનને લખીને કેટલીક માંગો કરી હતી.
હર્ષદ રિબડીયાએ તેમના પત્રમાં ઉલ્લેખ કર્યા મુજબ ગરીબ મજૂર અને મધ્યમ વર્ગના પરિવારો માટે ચાર મહિના સુધીનું વીજ બિલ રાજ્ય સરકાર માફ કરે તેવી માંગ કરી હતી. તેમજ વધુમાં રીબડીયા એ જણાવ્યું હતું કે, નાના ગૃહ ઉદ્યોગો મધ્યમ વર્ગના લોકોએ બેંકમાંથી ધિરાણ લઈને તેમના ઉદ્યોગ અને ઘરની છત બનાવવાનું કપરું કામ કર્યું છે. પરંતુ હાલ લોકડાઉનને લઈને તમામ પ્રકારના ધંધા રોજગારો બંધ છે. જેની વિપરીત અસર ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગ ઉપર પડી રહી છે. પાછલા 35 દિવસમાં આ વર્ગના દરેક પરિવારો રોજગારી વિહોણા બન્યા છે. ત્યારે તેમની આવક બંધ થતા સરકાર આવા પરિવારો પ્રત્યે સહાનુભૂતિ દાખવે અને પાછલા ચાર મહિનાના બેંકોમાંથી લીધેલા હપ્તાઓ સરકાર માફ કરે તેવી માંગ કરી હતી.
વિસાવદરના ધારાસભ્યએ મધ્યમવર્ગને વીજ બિલ અને બેન્કની લોનના હપ્તા માફ કરવાની કરી સરકાર સમક્ષ માંગ વધુમાં રીબડીયા એ જણાવ્યું હતું કે, જો રાજ્ય સરકાર વીજ બિલ અને બેંકોમાંથી લીધેલું ધિરાણ માફ કરવાની દિશામાં કોઇ યોગ્ય વિચાર નહીં કરે તો લોકડાઉન ખુલ્યા બાદ બેંકો અને વીજ કંપનીઓ આવા ગ્રાહકો પાસેથી વીજ બિલ અને બેંકના ધિરાણની રકમની એક સાથે ઉઘરાણી કરશે. આવી પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગ પોતાની આવકનું સાધન બંધ થતાં તેમની પાસે આર્થિક જોગવાઈ ન હોવાને કારણે ખૂબ જ વિપરીત અને માઠા સમયમાં આવી જશે માટે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે રાજ્ય સરકાર આગળ આવે અને ગરીબ અને મધ્યમવર્ગના પરિવારની ચિંતા કરીને આ પ્રકારનો તાકિદે નિર્ણય કરે તેવી પત્ર દ્વારા માંગ કરી હતી.