ગુજરાત

gujarat

ETV Bharat / state

Viral Video: જંગલનો રાજા રહેણાંક વિસ્તારમાં ફરતો હોય તેવા સીસીટીવી થયા વાયરલ - Brihadgir CCTV footage

જૂનાગઢમાં બૃહદ ગીરમાં વધુ એક વખત સિંહનો વાયરલ વિડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં જંગલનો રાજા રહેણાંક વિસ્તારમાં ફરતા દેખાઈ રહ્યા છે. આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. પાછલા એક અઠવાડિયાથી બૃહદગીર વિસ્તારમાંથી સતત સિંહના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જેને લઈને ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં પણ હવે ઉચ્ચાટ જોવા મળી રહ્યો છે. કારણ કે જોવા મળેલા વિડિયોમાx સિંહ જ્યાં આંટાફેરા કરે છે એ કોઈ ખાનગી કંપની છે

Viral: બૃહદ ગીરમાં વધુ એક વખત સિંહનો વિડીયો વાયરલ જંગલનો રાજા રહેણાંક વિસ્તારમાં ફરતો હોય તેવા સીસીટીવી થયા વાયરલ
Viral: બૃહદ ગીરમાં વધુ એક વખત સિંહનો વિડીયો વાયરલ જંગલનો રાજા રહેણાંક વિસ્તારમાં ફરતો હોય તેવા સીસીટીવી થયા વાયરલ

By

Published : Feb 25, 2023, 12:57 PM IST

Updated : Feb 25, 2023, 4:13 PM IST

Viral Video: જંગલનો રાજા રહેણાંક વિસ્તારમાં ફરતો હોય તેવા સીસીટીવી થયા વાયરલ

જૂનાગઢ:પાછલા એક અઠવાડિયાથી બૃહદ ગીર વિસ્તારમાં જંગલના રાજા સિંહ મુક્ત મને વિહારી રહ્યા હોય તે પ્રકારનો વિડીયો સતત સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યો છે. ત્યારે આજે વધુ એક વખત જંગલનો રાજા સિંહ પીપાવાવ નજીક આવેલ કોલોનીના રહેણાંક મકાનમાં આંટાફેરા મારતો હોય તે પ્રકારના સીસીટીવી વાયરલ થયા છે.

મારી લટાર:બૃહદ ગીર અને પીપાવાવ નજીક ઔદ્યોગિક એકમોમાં જંગલના રાજા સિંહની હલચલ પાછલા એક અઠવાડિયા દરમિયાન સતત વધેલી જોવા મળે છે. આજે વધુ એક વખત સિંહ રહેણાંક વિસ્તાર માં આવી ચડ્યો હોય તેવા સીસીટીવી વાયરલ થયા છે. પુખ્ત વયનો બબ્બર શેરના રહેણાંક.વિસ્તારમાં જોવામળતા અહીં રહેતા ખાનગી કંપનીના કર્મચારીઓમાં પણ ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે. પાછલા એક અઠવાડિયાથી બૃહદગીર વિસ્તારમાં સતત સિંહનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં પણ હવે ઉચ્ચાટ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે પાછલા એક અઠવાડિયા દરમિયાન શિહો ની અવરજવર સતત વધી રહી છે જે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો Video viral of Lions: અમરેલીના ઔદ્યોગિક એકમોમાં દેખાયા સિંહો, શિકાર ન મળતાં પરત ફર્યા

રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં:અમરેલી જિલ્લાનું રાજુલા નજીક આવેલ કોવાયા ઔદ્યોગિક એકમોમાં પાછલા એક અઠવાડિયા દરમિયાન દરરોજ સિંહની હાજરી નોંધાયેલી જોવા મળે છે. આ દ્રશ્યો ખૂબ જ ચોકાવનારા છે. થોડા દિવસ પૂર્વે પાંચ જેટલા સિંહો પીપાવાવ નજીક આવેલ ખાનગી સિમેન્ટ કંપનીમાં આંટાફેરા મારતા હોય તે પ્રકારના સીસીટીવી વાયરલ થયા હતા. ત્યારે આજે વધુ એક વખત આ જ વિસ્તારમાં પરંતુ કર્મચારીઓ જ્યાં રહે છે. તે રહેણાંક વિસ્તારમાં બબ્બર શેર આંટા મારતો હોય તેવું સીસીટીવી માં સામે આવ્યું છે. સિંહની સતત વધેલી અવરજવર સિંહની સુરક્ષાની સાથે ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારી અને અધિકારીઓમાં પણ હવે ભય ફેલાવી રહી છે.

આ પણ વાંચો Viral Video: આખલાએ સિંહ સામે દેખાડ્યો દમ, ક્યારેક તો વનરાજાએ પણ ભાગવું પહે હો!

પ્રયાણ ચિંતાજનક:જંગલના રાજા સિંહ ઔદ્યોગિક એકમો તરફ સતત પ્રયાણ કરી રહ્યા છે અદ્રશ્ય ખૂબ જ ચિંતાજનક માનવામાં આવે છે. એટલા માટે કે ભૂતકાળમાં પણ રાજુલા અને પીપાવાવ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં સિંહોના અકસ્માતે મોત થયા છે. ત્યારે પાછલા એક અઠવાડિયા દરમિયાન ઔદ્યોગિક એકમોમાં સિંહોની સતત હાજરીના પુરાવા રૂપે સીસીટીવી વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ ખૂબ ચિંતાજનક છે શા માટે સિંહો બૃહદગીર વિસ્તાર છોડી ને ઔદ્યોગિક એકમ એવા પીપાવાવ પોર્ટ વિસ્તાર તરફ જોવા મળે છે. આ સંશોધનની સાથે ચિંતા નો વિષય પણ આવનારા સમય માટે બની શકે છે.

Last Updated : Feb 25, 2023, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details