રાજકોટઃખોડલધામ સમિતિના પ્રમુખ અને પાટીદાર સમાજના કદાવર નેતા નરેશ પટેલ જાહેર જીવનમાં સક્રિય રાજકારણમાં પદાર્પણને લઈને હવે તમામ રાજકીય પક્ષોમાં ખેચતાણ જોવા મળી રહી છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષોએ(Rajkot BJP) નરેશ પટેલને પોતાના પક્ષમાં સામેલ કરવાને લઈને એડીચોટીનું જોર લગાવવાનુ ચાલી રહ્યુ છે. કોંગ્રેસે નરેશ પટેલનેપક્ષમાં સામેલ થવાને લઈને ખુલ્લું નિમંત્રણ પાઠવ્યું છે. નરેશ પટેલ પોતે સામાજિક નેતાની સાથે કોંગ્રેસની વિચારધારા સાથે વરેલા છે તેવું કોંગ્રેસના નેતાઓ વારંવાર કહી ચુક્યા છે.
નરેશ પટેલ ભાજપને મદદ કરશે -આમ આદમી પાર્ટીના નેતાઓ પણ નરેશ પટેલ તેમના(naresh patel rajkot) પક્ષમાં જોડાશે તેવો આશાવાદ રાખી રહ્યા છે. ગઈકાલે ભાજપના સહકારી અગ્રણી અને મોટા ગજાના પાટીદાર નેતા દિલીપ સંઘાણીએ નરેશ પટેલના સક્રિય રાજકારણમાં જોડાઈને લઈને જે કટાક્ષ કર્યો હતો ત્યારે રાજકારણ ગરમાયુ હતુ. આજે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (Vijay Rupani statement)નરેશ પટેલને લઈને પોતાનું નિવેદન આપ્યું છે અને તેમણે જણાવ્યું હતું કે નરેશ પટેલ આગામી દિવસોમાં ચોક્કસપણે ભાજપને મદદ કરશે જેનો તેમને ભરોસો છે.
આ પણ વાંચોઃભાવનગર ગોહિલવાડમાં બાળકો મન મૂકીને ઝુમ્યા : શેરીઓમાં મધુર કિલકિલાટ ગુંજ્યો