કેશોદમાં પાંજરે પુરાયેલી દિપડીને પજવતો વીડિયો વાયરલ - કેશોદમાં પાંજરે પુરાયેલી દિપડી
જૂનાગઢઃ જિલ્લાના કેશોદમાં વન વિભાગ દ્વારા દિપડીને પાંજરે પુરવામાં આવી હતી. પાંજરે પુરાયેલી દિપડીને પજવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
કેશોદમાં પાંજરે પુરાયેલી દિપડી
જિલ્લાના કેશોદના મઘરવાડા ગામે વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલી દિપડીને લોકોએ પરેશાન કરી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગ્રામજનોનું કહેવુ છે કે, વન વિભાગ દ્વારા પાંજરાને રેઢુ મુકી અધિકારીઓ જતા રહ્યા હતા. વન વિભાગ દ્વારા આવી બેદરકારી કરવામાં આવી હોય જેથી પાંજરે પુરાયેલી દિપડીને લોકોની પરેશાન વેઠવી પડી હતી.