જૂનાગઢ : વધુ એક વખત ગીરના સિંહની પજવણી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં (Gir Lions Harassment in Junagadh) વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં ગીર પૂર્વ અને પશ્ચિમ વન વિભાગના કર્મચારીઓએ વીડિયોમાં દેખાતા 8થી 10 જેટલા યુવાનોની શોધખોળ શરૂ કરી છે. યુવાનો રાત્રિના સમયે બે પુખ્ત સિંહોને માર્ગ પર આંતરીને તેની સાથે ચાલુ કારમાં સેલ્ફી પડાવતા જોવા મળ્યા હતા. આ ઘટના ખૂબ ગંભીર બની છે. જેને લઈને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ સમગ્ર મામલામાં આરોપીઓને પકડવા માટે સર્ચ અભિયાન શરૂ કર્યું છે. (Junagadh Gir Lions Harassment)
બે પુખ્ત નર સિંહની પાછળ ગીરના વિસ્તારમાં સિંહોની પજવણી અને સાથે ચાલુ કારમાં સેલ્ફી પડાવતા હોય તે પ્રકારે 8થી 10 યુવાનો બે મોટરકારમાં રાત્રિના સમયે સિંહને પરેશાન કરતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે. આ વિડીયો જુનાગઢ, અમરેલી કે ગીર સોમનાથ જિલ્લાનું હોવાનું પ્રાથમિક અનુમાન વન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. જે રીતે રાત્રિના સમયે બે પુખ્ત નર સિંહની પાછળ કાર હંકાળીને પરેશાન કરવામાં આવી રહ્યા છે. વધુમાં આ યુવાનો દ્વારા ચાલુ કારમાં સિંહ સાથે સેલ્ફી પાડતા હોય તેવું પણ સ્પષ્ટ દેખાય આવે છે. (Viral video of harassing lions)
વન વિભાગનું સર્ચ ઓપરેશનવીડિયોની ગંભીરતાને ધ્યાને લઈને ગીર પૂર્વ અને પશ્ચિમ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કર્મચારીઓને વીડિયોમાં દેખાતા યુવાનોનું સર્ચ ઓપરેશન કરવાની કામગીરી શરૂ કરી છે. હાલ આ વિડીયો કયા વિસ્તારનો છે તે વન વિભાગ માટે પણ તપાસનો વિષય છે, પરંતુ જે રીતે સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો છે જે ખૂબ ગંભીર ઘટના દર્શાવે છે. જેને લઈને વન વિભાગ એ પણ વીડિયોમાં દેખાતા 8 થી 10 જેટલા યુવાનોને પકડી પાડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. (Lions of Junagadh Gir)
આ પણ વાંચોસૌરાષ્ટ્રના સાવજે પોતાની સીમા વધારી, સોરઠમાંથી હવે ગોહિલવાડમાં ધામાં