ગુજરાત

gujarat

ETV Bharat / state

વન કર્મચારીની હડતાલને પગલે દીપડાં નીકળી રહ્યા છે જંગલની બહાર, જુઓ વીડિયો - Gir Forest Leapard Video

વનકર્મીઓની હડતાલને પગલે જૂનાગઢમાં (Gir Forest Leapard Video) પ્રાણીઓની સ્થિતિ કફોડી બની રહી છે. કેટલાક પ્રાણીઓ હવે જંગલ છોડીને આસપાસના ખેતર સુધી પહોંચી ગયા છે. ખાસ કરીને નજીકમાં આવેલા નાના ગામડાંઓ સુધી હિંસક (Wild Animal Gir forest) પશુઓ પહોંચી જતા ગામના લોકોની ચિંતા વધી છે. વન વિભાગ ના ફોરેસ્ટર બીટ ગાર્ડ વનપાલ અને વન રક્ષક પાછલા છ દિવસથી હડતાલ પર ઉતરી ગયા છે જેની વિપરીત અસરો હવે સામે આવી રહી છે

વન કર્મચારીની હડતાલને પગલે સિંહો નીકળી રહ્યા છે જંગલની બહાર
વન કર્મચારીની હડતાલને પગલે સિંહો નીકળી રહ્યા છે જંગલની બહાર

By

Published : Sep 12, 2022, 9:03 PM IST

Updated : Sep 12, 2022, 9:26 PM IST

જૂનાગઢઃવન વિભાગના ફોરેસ્ટર બીટ ગાર્ડ વનપાલ અને વન રક્ષક પાછલા છ દિવસથી હડતાલ પર ઉતરી ગયા છે. જેની વિપરીત અસરો હવે પશુઓ પર (Gir Forest Leapard Video) જોવા મળી રહી છે. વન વિભાગના મહત્વના ગણાતા અને સતત 24 કલાક ગીચ અને ગાઢ જંગલની વચ્ચે ફરજ બજાવતા (Forest Employee Strike) કર્મચારીઓની જંગલ વિસ્તારમાં ગેરહાજરીને પરિણામે હવે વન્ય પ્રાણીઓ જંગલ (Wild Animal Gir forest) વિસ્તારની બહાર આવતા જોવા મળી રહ્યા છે.

વન કર્મચારીની હડતાલને પગલે સિંહો નીકળી રહ્યા છે જંગલની બહાર

તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બે દીપડાં ખેતરની વચ્ચે લડાઈ કરતા હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. જો વન વિભાગના કર્મચારી જંગલમાં તેના નિર્ધારિત સ્થાન પર ફરજ બજાવતા હોત તો આ દીપડાં જંગલ વિસ્તારમાં જોવા મળત. પરંતુ હડતાલને કારણે વન્યજીવ પ્રાણી અને ખાસ કરીને દીપડાંને જંગલ વિસ્તારમાં રોકી રાખવા માટે મહત્વના ગણાતાં કર્મચારીઓ હડતાલ પણ છે. જેની જાણ પણ દીપડાંને થઈ હોય એમ દીપડાં જંગલ વિસ્તારની બહાર નીકળી ગયા છે. હડતાલ હજુ લાંબો સમય ચાલે તો વધુ કેટલાક હિંસક પ્રાણીઓ જંગલ વિસ્તારની બહાર જોવા મળશે. જેને પરત જંગલ વિસ્તારમાં લઈ જવા ખૂબ મુશ્કેલ બની રહેશે.

Last Updated : Sep 12, 2022, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details