ગુજરાત

gujarat

ETV Bharat / state

Shrawan 2023: આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, 'બમ બમ ભોલે'ના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, જાણો આ પ્રસંગે સોમનાથના વેણેશ્વર મહાદેવના મંદિરનો ઈતિહાસ - Mahmud of Ghazni

પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે. ત્યારે 5000 વર્ષ પૂર્વે પ્રભાસ તીર્થ ક્ષેત્રે ધાર્મિક જાહોજહાલીને સમેટીને વેણેશ્વર મહાદેવ દિવ્યમાન જોવા મળે છે. મહંમદ ગઝની અને તેની સેના દ્વારા સોમનાથ પર આક્રમણ કર્યું હતું. તે સમયના પુરાવા આજે પણ વેણેશ્વર મહાદેવ શિવલિંગ પર જોવા મળે છે. મંદિર રક્ષિત સ્મારક તરીકે ઓળખાય છે. શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં શિવભક્તો મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે.

સોમનાથ જેટલું જ પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવતું વેણેશ્વર મહાદેવ ભક્તોની અનન્ય આસ્થા નું કેન્દ્ર
સોમનાથ જેટલું જ પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવતું વેણેશ્વર મહાદેવ ભક્તોની અનન્ય આસ્થા નું કેન્દ્ર

By

Published : Aug 21, 2023, 8:52 AM IST

Updated : Aug 21, 2023, 9:03 AM IST

સોમનાથ જેટલું જ પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવતું વેણેશ્વર મહાદેવ ભક્તોની અનન્ય આસ્થા નું કેન્દ્ર

ગીર સોમનાથ:પ્રવાસ તીર્થ ક્ષેત્રમાં સોમેશ્વર મહાદેવની સાથે ખૂબ જ નજીકમાં વેણેશ્વર મહાદેવ પણ બિરાજી રહ્યા છે. વેણેશ્વર મહાદેવનો ઇતિહાસ પણ સોમનાથ મહાદેવના ઇતિહાસની સાથે ખૂબ જ પૌરાણિક હોવાનું મનાય છે. પવિત્ર શ્રાવણ માસમાં અહીં ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન પૂજા અને અભિષેક માટે આવી રહ્યા છે. મંદિર પરિસરમાં કોઈપણ વ્યક્તિ મહિલા અને પુરુષ વેણેશ્વર મહાદેવની પૂજા કરી શકે છે. જેને લઈને પણ આ મંદિર સૌથી વિશેષ માનવામાં આવે છે. સામાન્ય રીતે મંદિર પરિસરમાં પંડિતો અને પુરુષો જ ધોતી પહેરીને પૂજા કે અભિષેક કરી શકતા હોય છે. ત્યારે વેણેશ્વર મહાદેવની પૂજા મહિલા પુરુષની સાથે કોઈ પણ વ્યક્તિ ગર્ભગૃહમાં પ્રવેશ કરીને કરી શકે છે.

મોટી સંખ્યામાં શિવભક્તો મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે

સોમનાથ પર આક્રમણના પુરાવા:પ્રભાસ તીર્થ ક્ષેત્ર જાહોજહાલી આજથી 5000 વર્ષ પૂર્વે દિવ્યમાન હશે તેના પુરાવા આજે પણ સોમનાથ નજીક મળી રહ્યા છે. પ્રભાસ તીર્થ ક્ષેત્ર ભૂમિમાં આજથી 5000 વર્ષ પૂર્વે સ્વયંભૂ સ્થાપિત થયેલ વેણેશ્વર મહાદેવ મંદિર પર મહંમદ ગઝની અને તેની સેના દ્વારા કરવામાં આવેલા આક્રમણના નિશાન શિવલિંગમાં આજે પણ જોવા મળે છે. 1024 માં મહંમદ ગઝનીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી હતી. તેની જાહોજહાલને લૂંટી હતી તેનો પુરાવો વેણેશ્વર મહાદેવ મંદિર આજે પણ આપી રહ્યું છે.

પ્રવાસ તીર્થ ક્ષેત્રમાં સોમેશ્વર મહાદેવની સાથે ખૂબ જ નજીકમાં વેણેશ્વર મહાદેવ પણ બિરાજી રહ્યા છે

વેણેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક: પ્રવાસ તીર્થ ક્ષેત્રે અતિ પાવન ભૂમિ તરીકે સનાતન ધર્મ સંસ્કૃતિમાં પુજવામાં આવે છે. પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા સોમનાથ મહાદેવની સાથે આજથી પાંચ હજાર વર્ષ કરતા પણ વધુ પૌરાણિક સમયે બિરાજમાન થયેલા સ્વયંભૂ વેણેશ્વર મહાદેવ મંદિર સાથે પણ ધાર્મિક ઇતિહાસ જોડાયેલો છે. 1024 માં મહંમદ ગઝનીએ સોમનાથ પર જ્યારે આક્રમણ કર્યું ત્યારે અહીંના રાજા વાજા ઠાકોરની વેણુ નામની દીકરી કે જે પ્રખર શિવ ભક્ત હતી. તેની શિવ ભક્તિ મહંમદ ગઝનીના સૈનિકો અને આક્રમણકારીઓ ન જોઈ શકતા વેણુ નામની દીકરી પર જ્યારે પ્રહાર કરવાનો પ્રયાસ થાય છે. ત્યારે સ્વયંભૂ શિવલિંગ વેણુને સુરક્ષિત તેની અંદર સમાવી તેનું રક્ષણ કરે છે. ત્યારે વેણુને શોધવા માટે મહંમદ ગજની અને તેના આક્રંદાઓ દ્વારા શિવલિંગ પર પ્રહારો કરાય છે. તેના નિશાન આજે પણ વેણેશ્વર મહાદેવની શિવલિંગ પર જોવા મળે છે.

વેણેશ્વર મહાદેવ ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર

મહંમદ ગઝનીએ કરી યાચના: વાજા ઠાકોરની દીકરી વેણુ પર પ્રહાર કરી રહેલા મહમદ ગજનીના આક્રંદાઓને વેણેશ્વર મહાદેવ તેમની શક્તિથી મોતને ઘાટ ઉતાર્યા હતા. સૈનિકોના મોતથી દુઃખી થઈને મહંમદ ગજની વેણેશ્વર મહાદેવ મંદિરે પહોંચે છે. ત્યાં મહાદેવનું સાક્ષાત સ્વરૂપ નિહાળીને મહંમદ ગજનીએ મહાદેવ સામત યાચના કરી હતી કે તેઓ માત્ર સોમનાથની જાહો જહાલીને લૂંટવા માટે આવ્યા છે. ત્યારબાદ મહાદેવ તેમના સૈનિકો પર વેણેશ્વર મહાદેવનો પ્રહાર બંધ થાય છે. ત્યાર બાદ મહંમદ ગજની અહીંથી સોમનાથની જાહોજહાલીને લૂંટીને પલાયન થઈ જાય છે. વેણેશ્વર મહાદેવ મંદિર અસામાન્ય શંકુ ઘાટ સાથેનું મંદિર જોવા મળે છે. જે 13મી કે 14મી સદીના સ્થાપત્યનું માનવામાં આવે છે. મંદિર પૂર્વાભિમુખ હોવાને કારણે પણ તેને રક્ષિત સ્મારકમાં સમાવેશ કરાયો છે.

વેણેશ્વર મહાદેવમાં લોકોને શ્રદ્ધા:સ્વયંભૂ વેણેશ્વર મહાદેવમાં ભાવિકો ખૂબ જ આસ્થા ધરાવે છે. પાછલા ત્રણ દસકાથી વેણેશ્વર મહાદેવની પૂજા માટે આવતા કાનજીભાઈ અને તેમના ધર્મપત્ની મહાદેવની કૃપા અને તેમના પરચા થી આજે પણ પરિચિત છે. તેઓ દૈનિક ધોરણે દિવસની શરૂઆત કરતા પૂર્વે વેણેશ્વર મહાદેવની પૂજા અને શિવલિંગ પર શીશ જુકાવ્યા બાદ દિવસની શરૂઆત કરે છે. તો સ્થાનિક પંડિત ચંદ્રશેખર મહેતા પણ મહાદેવની નિત્ય પૂજા માટે મંદિરમાં આવી રહ્યા છે. સોમનાથ મહાદેવ જેટલું જ પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. જેથી અહીં મહાદેવની પૂજા કરવાથી એક અનોખી શાંતિનો અહેસાસ થાય છે.

  1. Somnath Mahadev Temple : શ્રાવણમાં મહાદેવના દર્શન સાથે સોમનાથ ચોપાટીનો આનંદ લેતા પર્યટકો
  2. Vadodara Mahadev: નર્મદા તટે સ્વયંભૂ પ્રગટેલા ઐતિહાસિક અંગારેશ્વર મહાદેવ, ઔરંગઝેબને બતાવ્યો હતો ચમત્કાર
Last Updated : Aug 21, 2023, 9:03 AM IST

ABOUT THE AUTHOR

...view details