ગુજરાત

gujarat

ETV Bharat / state

'વાયુ' લઈ શકે છે યુ-ટર્ન, હવામાન ખાતાની આગાહી

જૂનાગઢઃ છેલ્લા બે દિવસથી ગુજરાત વાયુના ભયમાં સંપડાયેલું હતું. ત્યારબાદ હવામાન ખાતા દ્વારા ખતરો ટળ્યો હોવાનું જાહેર થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાં તો ફરી એકવાર વાયુનો કહેર ગુજરાતના માથે હોવાનું હવામાન ખાતા દ્વારા જાહેર કરાયું છે. જેના કારણે તંત્ર ફરી એકવાર લોકોસુરક્ષાને લઇને આયોજન કરવા મંડી પડ્યું છે.

By

Published : Jun 15, 2019, 11:08 AM IST

'વાયુ' લઇ શકે છે યુ-ટર્ન, હવામાન ખાતાની આગાહી

વાયુ નામના કાળથી બચીને ગુજરાત વાસીઓએ હજુ રાહતનો શ્વાસ લીધો જ હતો. ત્યાં તો વાયુના યુ-ટર્નની ખબરથી ગુજરાતમાં ફરી ચિંતાના વાદળો ઘેરાઇ ગયા છે. ભારતીય મોસમ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, વાયુ કચ્છ અને જામનગર પર ત્રાટકે તેવી શક્યતાઓ છે. બે દિવસ પહેલા વાયુ વાવાઝોડુ સૌરાષ્ટ્રના પોરબંદર દીવ અને વેરાવળ બંદરથી પસાર થઈને ઓમાન તરફ ફંટાઇ ગયું હતું. જે ફરીથી યુ-ટર્ન લઇને ફરી પાછું ગુજરાત તરફ આવી રહ્યું છે. જેના કારણે લઇને લોકો ચિંતા મુકાયા છે. પરિવારના સદસ્યોને અને ઘરબાર ગુમાવ્યાના આસું સુકાયા નહોતા, ત્યાં તો ફરી એકવાર વાયુ કાળ બની સામે આવી રહ્યું છે.

વાવાઝોડાનો યુ-ટર્ન સૌરાષ્ટ્રના કચ્છ અને જામનગર જિલ્લાને હિટ કરે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઇ છે. પરત ફરી વહેલું વાયુ વાવાઝોડું તેની તાકાતમાં ઘટાડા થશે પરંતુ વાવાઝોડાની અસર ભંયકર રહેશે તેવી સંભાવના છે. કચ્છ અને જામનગરના દરિયાકાંઠાને હિટ કરે તો ભયંકર નુકસાન થવાની શક્યતા છે. તો બીજી તરફ કચ્છ અને જામનગરના દરિયા વિસ્તારને હીટ કરે તો કચ્છ અને જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને જામનગરના દરિયાકાંઠે હિટ થાય તો જામનગર કચ્છને બાદ કરતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના સહિત મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થશે તેવું અનુમાન મોસમ વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે.

'વાયુ' લઇ શકે છે યુ-ટર્ન, હવામાન ખાતાની આગાહી

આમ, વાયુના યુ- ટર્નથી દરિયાઇ વિસ્તારોને સામે ભંયકર જોખમ ઉભુ થયું છે. ત્યારે વહીવટી તંત્રએ વિવિધ ટીમો ફરીથી એલર્ટ રહેવા જણાવ્યું છે. સાથે દરિયાઇ વિસ્તારોમાં રહેતા લોકોને સજાગ રહેવાની સૂચના આપવામા આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details