જૂનાગઢ :સનાતન ધર્મ સંસ્કૃતિમાં કુળદેવતા અને ગામ દેવુંનુ વિશેષ મહત્વ જોવા મળે છે, ત્યારે જૂનાગઢમાં આવેલા ભવનાથની ગીરી તળેટીના પવિત્ર તીર્થક્ષેત્રમાં આદી અનાદિ કાળથી વસ્ત્રાપથેશ્વર દાદા ગીરનાર પરીક્ષેત્રના અધિષ્ઠતાતા દેવ તરીકે પૂજાઈ રહ્યા છે.
Vastrapatheswara Mahadev : ભવનાથ તીર્થક્ષેત્રના અધિષ્ઠાતા દેવ તરીકે પૂજાઈ રહ્યા છે વસ્ત્રાપથેશ્વર મહાદેવ - undefined
જૂનાગઢ ભવનાથ તીર્થ ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ તરીકે વસ્ત્રાપથેશ્વર મહાદેવની પૂજા થઈ રહી છે. સનાતન ધર્મ સંસ્કૃતિની દંત કથા અનુસાર પવિત્ર ગિરનાર તીર્થક્ષેત્ર ત્રિશુલ પર સ્થિર થયેલું જોવા મળે છે. તેના પર દેવાધિદેવ ભવનાથ મહાદેવ અને વસ્ત્રાપથેશ્વર દાદા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે.
ભવનાથના અધિષ્ઠાતા દેવ વસ્ત્રાપથેશ્વર મહાદેવ :દેવાધિદેવ મહાદેવ વસ્ત્રાલ પથેશ્વરના સ્વરૂપમાં ગિરનાર તીર્થ ક્ષેત્રમાં બિરાજ્યા હતા ત્યારથી તેમને ભવનાથના અધિષ્ઠાતા દેવ તરીકે પૂજા કરવામાં આવે છે સનાતન ધર્મ સંસ્કૃતિની લોકવાયકા અને દંતકથા અનુસાર જ્યારે ગિરનાર તીર્થક્ષેત્ર માં એક પણ દેવ કે દેવાલય જોવા મળતુ ન હતુ ત્યારે સર્વ પ્રથમ વખત મહાદેવે ભવનાથ અવતરણ કર્યું અને આજે પણ તેઓ ભવનાથના અધિષ્ઠાતા દેવ વસ્ત્રાપથેશ્વર તરીકે પૂજાય રહ્યા છે.
મંદિર શિવ અને પાર્વતીના પ્રસંગ સાથે વણાયેલું :વસ્ત્રાપથેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ પણ શિવ અને પાર્વતીના સમયનો હોવાનો જણાય આવે છે. સનાતન ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં જે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે મુજબ મહાદેવ અને માતા પાર્વતી ગગન પરથી વિચરણ કરી રહ્યા હતા, ત્યારે માતા પાર્વતીનું સફેદ વસ્ત્ર નીચે પડતા તે સમગ્ર ગિરનાર ક્ષેત્ર પર ચાદરની માફક પથરાઈ ગયું હતું, ત્યારે મહાદેવ એ અહીં અવતરણ કરીને માતા પાર્વતી નું સફેદ વસ્ત્ર તેમના પર લઈને અહીં સ્વયંભૂ પ્રગટ થયા હતા ત્યારથી ભવનાથ તીર્થક્ષેત્રમાં વસ્ત્રાપથેશ્વર મહાદેવના દર્શન અને પૂજા થઈ રહી છે.