Vasant panchmi 2023: પ્રાકૃતિક પરિવર્તન અને જ્ઞાનપૂજા માટે મોટો દિવસ એટલે વસંતપંચમી જૂનાગઢ:વસંત પંચમીના પાવન પર્વને સનાતન ધર્મ સંસ્કૃતિમાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વસંત પંચમીના દિવસે સરસ્વતીના જન્મદિવસ તરીકે પણ સનાતન ધર્મ સંસ્કૃતિમાં ઉજવવાની પરંપરા છે. આ દિવસે માતા સરસ્વતીને પીળા રંગના પુષ્પ અને વાઘાથી શણગાર કરીને તેમની વિશેષ પૂજા કરવામાં આવેછે. બીજી ધાર્મિક માન્યતા અનુસાર આજના દિવસે નવજાત બાળકોને અન્ન અને વિદ્યા સંસ્કાર પણ આપવામાં આવવાની ધાર્મિક પરંપરા જોવા મળે છે.
વસંત પંચમીના પાવન પર્વે આધ્યાત્મિક સાંસ્કૃતિક અને પ્રાકૃતિક મહત્વ ભારતનો વેલેન્ટાઈન ડે:વસંત પંચમીના પાવન પર્વને સનાતન ધર્મ સંસ્કૃતિમાં ભારતીય વેલેન્ટાઈન દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આજના દિવસે પ્રકૃતિ સોળે કળાએ ખીલીને સમગ્ર પૃથ્વી પર પીળા રંગની ચાદર બિછાવીને જાણે કે અલિંગન આપતી હોય તેવો અનુભવ સૌ કોઈને થતો હોય છે. ખાસ કરીને પીળા રંગના પુષ્પો વિશેષ પ્રમાણમાં સમગ્ર પૃથ્વી પર ખીલેલા જોવા મળતા હોય છે. વસંત પંચમીના પાવન પર્વ સાથે અનેક ધાર્મિક માન્યતા અને પરંપરા પણ જોડાયેલી છે. તે મુજબ આજેના દિવસે નવજાત બાળકોને પ્રથમ વખત અન્ન સંસ્કાર આપવાની પણ માન્યતા છે. વધુમાં આજના દિવસે અન્ન સંસ્કાર પ્રાપ્ત કરેલું પ્રત્યેક બાળક તંદુરસ્તી તેમજ બુદ્ધિ ચાતુર્યમાં ખૂબ જ બળવતર બનતું હોય છે. તેવી ધાર્મિક માન્યતા વસંત પંચમીના દિવસ સાથે જોડાયેલી છે.
આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે આ પણ વાંચો Vasant panchami: ત્રણ વર્ષ બાદ વસંત પંચમી ટાણે લગ્ન સહીત ધાર્મિક કાર્યોની ભરમાર, ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની રોનક પાછી ફરી
વિદ્યાર્થીઓએ કરી ઉજવણી:વસંત પંચમીનો તહેવાર માતા સરસ્વતીના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓમાં પણ વસંત પંચમીની ઉજવણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. વસંત પંચમીના દિવસે વિદ્યાર્થીઓ માતા સરસ્વતીના મંદિરમાં જઈને પૂજા દર્શન કરીને વસંત પંચમીની ધાર્મિક અને પાવનકારી ઉજવણી કરતા હોય છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કર્યા બાદ અધ્યાપકો એ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આપણી સનાતન ધર્મ સંસ્કૃતિમાં દરેક તહેવાર અને પ્રસંગોમાં કરવામાં આવતા યજ્ઞ અને તેની ઉજવણીમાં વિજ્ઞાન સામેલ વધુમાં આજથી ગરમ ઋતુની પણ ધીમા પગલે શરૂઆત થતી હોય છે. આજના દિવસે કામદેવની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ આલેખવામાં આવ્યું છે. અને તેનો ઉલ્લેખ પણ આપણા સનાતન ધર્મ સંસ્કૃતિના શાસ્ત્રોમાં પણ જોવા મળે છે.
વસંત પંચમીના પાવન પર્વે આધ્યાત્મિક સાંસ્કૃતિક અને પ્રાકૃતિક મહત્વ આ પણ વાંચો Vasant Panchami 2023: ક્યારે છે વસંત પંચમી અને સરસ્વતી પૂજા, જાણો શુભ સમય
સનાતન ધર્મ સંસ્કૃતિ:સનાતન ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલા પ્રાચીન સમયમાં પણ જોવા મળતી માન્યતા પ્રમાણે આજથી પ્રકૃતિ નવ યૌવના સમાન પ્રખર તેજ સાથે જોવા મળતી હોય છે. જેને લઈને વસંત પંચમીને આપણા દેશનો વેલેન્ટાઈન ડે પણ માનવામાં આવે છે. આજના દિવસે ખાસ કરીને પીળા રંગના પુષ્પો પુષ્કળ પ્રમાણમાં સમગ્ર સૃષ્ટિમાં ખીલતા જોવા મળે છે. આજના દિવસે વિખુટા પડેલા સૌ કોઈના મિલનને પણ શુભ માનવામાં આવે છે. ભાઈ બહેન પિતા પુત્ર પતિ પત્ની અને મિત્રોનું મિલન જો આજના દિવસે થાય તો તેના સમગ્ર જીવનકાળ દરમિયાન તેઓ ક્યારે વિખુટા નહીં પડે તેવી પણ એક માન્યતા વસંત પંચમીના પાવન પર્વ સાથે જોડાયેલી જોવા મળે છે. જેથી તેને ભારતના વેલેન્ટાઈન ડે તરીકે પણ ઉજવવામાં આવે છે.
ઉજવવાની છે પરંપરા:વસંત પંચમીની ઉજવણી સનાતન ધર્મ સંસ્કૃતિ અનુસાર જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્ઞાન કોઈપણ વ્યક્તિને ત્યારે પ્રાપ્ત થઈ શકે જ્યારે જ્ઞાનને ગ્રહણ કરનાર વ્યક્તિનું ચિત પ્રસન્ન હોય વસંતનો બીજો અર્થ પ્રસન્નતા પણ થાય છે. ત્યારે જો કોઈ પણ વ્યક્તિ કે સાધકે સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આજના દિવસને સનાતન ધર્મ સંસ્કૃતિમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આદિ ગુરુ શંકરાચાર્ય એ પણ જણાવ્યું છે કે હંમેશા કોઈપણ જીવનની મુક્તિ જ્ઞાન થકી થતી હોય છે.
આગળ ધપાવવાની તક:જ્ઞાનની પ્રાપ્તિ યોગ્ય સમયે થાય તો કોઈ પણ વ્યક્તિના જીવનને સફળ કરવા માટે આગળ ધપાવવાની તક મળતી હોય છે. જેને કારણે વર્ષમાં એક વખત જ્ઞાન પ્રાપ્ત કરવાની તક વસંત પંચમી એટલે કે જ્ઞાનપંચમી પૂરી પાડે છે. જેને લઇને પણ સનાતન ધર્મ સંસ્કૃતિમાં વસંત પંચમીને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. સનાતન ધર્મની પ્રાચીન ધાર્મિક પરંપરા અનુસાર વસંત પંચમીના દિવસે જગતગુરુ શ્રી હરિએ પણ દેવી સરસ્વતીની પૂજા કરી હતી. જેથી પણ વસંત પંચમી નુ ધાર્મિક મહત્વ ખૂબ જ જોવા મળે છે.