જૂનાગઢપાવનકારી ગિરનારની લીલી પરિક્રમા (Lili Parikrama) ચાલી રહી છે. ત્યારે પરિક્રમાના ચોથા પડાવ તરીકે બોરદેવી માતાજીનું વિશેષ ધાર્મિક મહત્વ છે. પ્રાચીન લોકવાયકા મુજબ આદિ અનાદિકાળ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણએ બહેન સુભદ્રાના લગ્ન અર્જુન સાથે અહીં કરાવ્યા હોવાને કારણે અહીં માતાજીનું સ્થાનક બોરદેવીમાતાજી (vanavihar bordevi temple) તરીકે પૂજાય રહ્યું છે.
વણવિહાર: બોરદેવી મંદિર જ્યાં પરિક્રમાનો છે ચોથો પડાવ લીલી પરિક્રમાનો ચોથો પડાવમાતા બોરદેવી પાવનકારી ગિરનારનીલીલી પરિક્રમાના ચોથા પડાવ તરીકે ગીર જંગલની વચ્ચે આવેલા બોરદેવી માતાજીનું ખૂબ ધાર્મિક મહત્વ છે. પ્રાચીન ધાર્મિક માન્યતા અનુસાર આદિ અનાદિ કાળ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા બહેન શુભદ્રાના લગ્ન અર્જુન સાથે અહીં બોરડીના ઝાડ નીચે માતાજીની પ્રતિમા સમક્ષ કરાવ્યા હોવાની ધાર્મિક લોકવાયકા આજે પણ જોવા મળે છે. પરિક્રમાના પંથ પર આ જગ્યાએ અર્જુન અને સુભદ્રા લગ્નગ્રંથિથી બંધાયા હતા. ત્યારથી અહીં માતાજી બોરદેવીના (vanavihar bordevi temple) સ્વરૂપમાં શક્તિરૂપે પૂજાય રહ્યા છે. પરિક્રમાના પાંચ દિવસ દરમિયાન અહીં પરિક્રમાથીઓનો ચોથો પડાવ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અહીં પરિક્રમાથીઓ રાતવશો કરીને માતાજીના દર્શનની સાથે ભોજન પ્રસાદનો પણ લાહ્વો મેળવે છે.
દર્શન ખૂબ જ દુર્લભબોરદેવી માતાજી સાથે શ્રદ્ધાળુઓને છે અનન્ય વિશ્વાસબોર દેવી માતાજીના દર્શન ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. આ પાંચ દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ભાવિક માતાજીના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે. અહીં દર્શન માટે આવેલા માતાજીના ભક્ત ગીતાબેન માતાજીના પરચાને લઈને પોતાનો અનુભવની વાત કરે છે કે, માતાજીનું સત્ય આ જગ્યા પર એટલું વિશાળ છે કે દૂધને જમાવવા માટે કોઈપણ પ્રકારના મેળવણની જરૂર પડતી નથી. ગરમ કરેલું દૂધ સવારે આપોઆપ દહીં બની જાય છે. તે બોરદેવી માતાજીના (vanavihar bordevi temple) સત્યને પુરવાર કરે છે.
કૃષ્ણનું સાનિધ્ય પ્રાચીન લોકવાયકા મુજબ શ્રી હરિકૃષ્ણએ બહેન સુભદ્રાના લગ્ન અર્જુન સાથે થાય તે માટે કારતક મહિનાની એકાદશીથી લઈને પૂર્ણિમા સુધી ગિરનારની પરિક્રમા કરી હોવાની ધાર્મિક માન્યતા છે. શ્રીકૃષ્ણની પરિક્રમા સાથે બહેન સુભદ્રા અર્જુન અને યાદવો એ સાથે મળીને આ પરિક્રમા પૂર્ણ કરી હોવાની ધાર્મિક લોકવાયકા આજે પણ જોવા મળે છે. કહેવાય છે કે ભગવાન શ્રી હરિ કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે 33 કોટી દેવતાઓએ પણ સમગ્ર પરિક્રમા વિસ્તારમાં આવીને શ્રીહરી કૃષ્ણનું સાનિધ્ય મેળવ્યું હતું. ત્યારથી કહેવાય છે કે ગરવા ગઢ ગિરનાર ને 33 કોટી દેવી-દેવતાઓના વાસ તરીકે પણ માનવામાં આવે છે. આજે પણ 33 કોટી દેવી દેવતાની અનુભૂતિ પરિક્રમા દરમિયાન ભક્તોને થતી હોય છે