ખેલ મહાકુંભ અંતર્ગત જૂનાગઢ શહેરમાં અંડર 17 કબડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ, કચ્છ, બરોડા, મોરબી સહિતની 8 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં મહિલા અને પુરુષ વિભાગમાં વડોદરાની ટીમનો દબદબો જોવા મળ્યો હતો. મહિલા ફાઇનલમાં વડોદરાએ મોરબીને અને પુરુષ વિભાગમાં વડોદરા શહેરે વડોદરા ગ્રામ્યની ટીમને પરાજય આપીને મહિલા અને પુરુષ વિભાગમાં પ્રથમ ક્રમાંકે વિજેતા રહ્યા હતાં.
જૂનાગઢમાં યોજાયેલ રાજ્યકક્ષાની અંડર 17 કબડી સ્પર્ધામાં વડોદરા શહેરનો દબદબો - જૂનાગઢ ખેલ મહાકુંભ ન્યુઝ
જૂનાગઢઃ ખેલ મહાકુંભ અંતર્ગત જૂનાગઢમાં સમગ્ર રાજ્યના અંડર 17 ભાઈઓ અને બહેનોની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં મહિલા અને પુરુષ વિભાગમાં વડોદરાની ટીમોએ પ્રથમ ક્રમાંક હાંસલ કરીને કબડી સ્પર્ધામાં વડોદરા શહેરનો દબદબો કાયમ કર્યો હતો.
જૂનાગઢમાં યોજાયેલ રાજ્યકક્ષાની અંડર 17 કબડી સ્પર્ધામાં વડોદરા શહેરનો દબદબો
મહિલા અને પુરુષ વિભાગમાં વિજેતા થયેલી ટીમોના ખેલાડીઓને આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જશે જ્યાં રાજ્યના રમતગમત વિભાગ દ્વારા ખેલાડીઓને તાલીમની સાથે કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ અને તાલીમ બાદ અંડર 17 કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ મહિલા અને પુરુષ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ પસંદગી પામેલા મહિલા અને પુરુષ ખેલાડીઓ આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ યોજાનારી કબડી સ્પર્ધાઓમાં ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરશે.