જૂનાગઢઃ સતત વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને કોરોના રસીકરણ (Vaccination of Gujarat Corona)સેન્ટરનુ એક બુથ રેડક્રોસમાં આપવામાં આવ્યું હતું. અહીં પાછલા નવ મહિના કરતાં વધુ સમયથી કોરોના રસીકરણનુ (Vaccination of Junagadh corona)કામ ચાલતું હતું, ત્યારે અચાનક જૂનાગઢ મનપાના સત્તાધીશોએ આ રસીકરણ બુથને બંધ કરીને કોર્પોરેશન કચેરીમાં લઈ જવામા આવ્યું છે. જેનો વિરોધ ભાજપના સ્થાનિક કોર્પોરેટર(vaccine booth close)કરી રહ્યા છે અને ફરીથી રસીકરણ બુથ રેડક્રોસમાં શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.
રેડક્રોસમાં ચાલતું રસીકરણ બુથ બંધ કરાતા ભાજપ કોર્પોરેટરે કર્યો વિરોધ
કોરોના સંક્રમણની બીજી લહેરના સમયેસમગ્ર દેશમાં રસીકરણ અભિયાનની(Corona vaccination in India ) શરૂઆત થઈ હતી. ત્યારે જૂનાગઢના આઝાદ ચોકમાં આવેલા રેડક્રોસ હોલમાં રસીકરણનું એક બુથ ઊભું કરવામાં આવ્યું હતું, અહીં દરરોજ 100 જેટલા લોકો કોરોના રસીકરણ મેળવીને કોરોના વાયરસ સામે રક્ષણ મેળવી રહ્યા હતા, પાછલા નવ મહિનાથી કાર્યરત આ બુથને છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ મનપાના સત્તાધીશોએ બંધ કરીને તેને જૂનાગઢ મનપા કચેરીના મુખ્ય બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યું છે જેનો વિરોધ હવે ભાજપના સ્થાનિક કોર્પોરેટર હિતેશ ઉદાણી કરી રહ્યા છે અને મનપાના સત્તાધીશો સમક્ષ માંગ કરી રહ્યા છે કે રસીકરણ બુથ ફરીથી રેડક્રોસ હોલમાં શરૂ કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકોને તેનો લાભ મળી શકે હાલ રસીકરણ કરાવવા માટે આજે પણ શહેરીજનો આવી રહ્યા છે જેનો ફાયદો તેમને મળી શકે.
મનપા કચેરીમાં કાર્યરત રસીકરણ બુથ માં નિયમોનો થઈ રહ્યો છે ભંગ