જૂનાગઢ:સમગ્ર રાજ્યમાં 14 જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણ અને મકરસંક્રાંતિનો (Uttarayan 2022 Gujarat) પર્વ ઉજવાય છે, જ્યારે જૂનાગઢમાં નવાબી સતા દરમિયાન જાન્યુઆરી મહિનામાં પતંગ ઉડાડવાનું ચલણ ન હતું. જૂનાગઢમાં નવાબના (Junagadh navabi tradition) શાસનકાળ દરમિયાન નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પતંગ ચગાવવાની વિશેષ પરંપરા (Junagadh Uttarayan tradition) હતી જે પંરપરાને આજે પણ લોકોએ જીવતી રાખી છે.
નવાબી કાળની પરંપરાનું આજે પણ જૂનાગઢવાસીઓના દિલમાં રાજ
૧૪મી જાન્યુઆરીએ સમગ્ર રાજ્યમાં મકરસંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે પતંગ રસિકો માટે ઉત્સાહનો દિવસ હોય છે. 14 જાન્યુઆરીના દિવસે પતંગ રસિકો રંગબેરંગી પતંગો ચગાવીને આકાશને કલરફુલ બનાવી દેશે, પરંતુ સમગ્ર રાજ્યમાં જુનાગઢ એકમાત્ર એવું શહેર છે કે, જ્યાં વર્ષના છેલ્લા માસમાં પતંગ ચગાવામાં આવે છે.
લાહોરની પતંગને આજે પણ વિશ્વની શ્રેષ્ઠ પતંગનો ખિતાબ યથાવત
જૂનાગઢમાં નવાબી કાળથી ૧૪મી જાન્યુઆરીના દિવસે પતંગ ચગાવવાની પરંપરા નથી. આ પરંપરા આજે પણ જૂનાગઢ વાસીઓમાં જીવતી છે. અહીંયા પતંગ રસિકો દ્વારા નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આકાશ પતંગોથી ભરેલું જોવા મળે છે. જૂનાગઢમાં નવાબી શાસન દરમિયાન નવાબ પોતાના પતંગ શોખને લઈને ખુબ ચર્ચામાં હતા. ખાસ પાકિસ્તાનના લાહોરમાં બનતી પતંગ આજે પણ વિશ્વની શ્રેષ્ઠ પતંગ માનવામાં આવે છે, ત્યારે જૂનાગઢના નવાબ તે સમયે અખંડ ભારતના ભાગ તરીકે સામેલ લાહોરથી નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પતંગ ચગાવવા માટે ખાસ દોરી અને પતંગ ત્યાંથી મંગાવતા હતા.
જાણો એક એનોખી પરંપરા વિશે
તે સમયમાં જૂનાગઢના નવાબ પોતાના પતંગ શોખને લઈને પણ દુનીયાભરમાં જાણીતા હતા. આ શોખના આધારે તેઓ ખાસ લાહોરથી પતંગ અને દોરી મંગાવતા હતા. જેને ચગાવીને તે છોડી મૂકતા હતા અને તે પતંગ જે પરત લઇને આવે તેમને નવાબે ઇનામ આપવાની પરંપરા હતી. જૂનાગઢ શહેરમાં ત્યારથી નવેમ્બર અને ડિસેમ્બરમાં પતંગ ચગાવવાની વિશેષ પરંપરા શરૂ થઇ હતી જે આજે પણ જોવા મળે છે.