ગુજરાત

gujarat

ETV Bharat / state

કેશોદમાં કોરોના સંક્રમિત દર્દીને પહેરાવવામાં આવેલી PPE કીટ જાહેરમાં ફેંકાઇ - PPE કીટ

કેશોદમાં જાહેર સ્થળ પર PPE કીટ ફેંકવામાં આવતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. જે સમગ્ર મામલો મીડિયા સમક્ષ ઉજાગર થતા કેટલાક લોકોએ PPE કીટને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

junagadh news
junagadh news

By

Published : Oct 14, 2020, 5:12 PM IST

જૂનાગઢ : જિલ્લાના કેશોદ તાલુકામાં જાહેર સ્થળો પર PPE કીટ ફેકવામાં આવી હતી. આ કિટ કોરોના સંક્રમિત દર્દીને પહેરાવવામાં આવી હોવાનો ખુલાસો પણ થઇ રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમિત દર્દીની વપરાયેલી કિટ જાહેર સ્થળ પર ફેંકવામાં આવતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. સમગ્ર મામલો મીડિયા સમક્ષ ઉજાગર થતા કેટલાક લોકોએ PPE કીટને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો જે કેમેરામાં કેદ થયો હતો.

સામાન્ય સંજોગોમાં કોરોના સંક્રમિત દર્દીઓને પહેરાવવામાં આવેલી PPE કીટનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો હોય છે. ત્યારે કેશોદમાં ખૂબ જ ગંભીર અને ચિંતાજનક કહી શકાય તે પ્રકારે PPE કીટ જાહેરમાં ફેકવામાં આવી હતી જેને લઇને આસપાસના લોકોમાં પણ ખૂબ જ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details