- જૂનાગઢમાં પાછલા આઠ વર્ષથી સેવા આપતી અનોખી મિલ્ક બેંક
- શિવને અભિષેક કર્યા બાદ દૂધ મિલ્ક બેંકમાં અર્પણ કરાય છે
- બેંકમાં એકઠું થયેલું દૂધ ગરીબ, જરૂરિયાતમંદ, કુપોષિત બાળકોને કરાઇ છે વિતરણ
જૂનાગઢ:જિલ્લમાં પાછલા આઠ વર્ષથી ચાલી રહી છે અનોખી મિલ્ક બેંક પવિત્ર શ્રાવણ માસમાં શિવાલયોમાં ભગવાન શિવ પર કરવામાં આવતા દૂધના અભિષેકમાંથી કેટલું દૂધ મિલ્ક બેંકમાં શિવભક્તો દ્વારા દાન રૂપે અર્પણ કરવામાં આવે છે. આ દૂધ જરૂરીયાત મંદ ગરીબ અને બીમાર લોકોને મદદરૂપ થવા તેનું વિતરણ કરવામાં આવે છે. શ્રાવણમાસ દરમિયાન શિવભક્તો ભગવાન ભોળાનાથને રિઝવવા માટે દૂધનો અભિષેક કરતા હોય છે મોટા ભાગનું દૂધ વ્યર્થ થઈ જાય છે પરંતુ જૂનાગઢમાં શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં મિલ્ક બેંક મૂકીને ભક્તો દ્વારા આપવામાં આવેલું દૂધ એકઠું કરવામાં આવે છે, ત્યારે ઓન્લી ઇન્ડિયન સંસ્થા દૂધ મેળવીને સામાજિક પછાત વિસ્તારોમાં જઈને બાળકો અને મહિલાઓને તે આપીને સેવાનું કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો:ભગવાન શિવના ભક્તની લગની: 470 છબીઓ બનાવનાર શિવભક્ત હસમુખ પટેલ
જૂનાગઢમાં વર્ષોથી અનોખી મિલ્ક બેંક ચાલી રહી છે
જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી અનોખી મિલ્ક બેંક ચાલી રહી છે. ઓન્લી ઇન્ડિયનના નામથી સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં પ્રચલિત ઇન્ડિયન દ્વારા શ્રાવણ માસમાં જૂનાગઢના વિવિધ શિવાલયોમાં ફરીને ભક્તો દ્વારા ભગવાન શિવ પર કરવામાં આવતા દૂધના અભિષેકમાંથી દૂધનો કેટલોક ભાગ મિલ્ક બેંકમાં જમા કરાવીને એકત્ર કરવામાં આવે છે. આ દૂધ ગરીબ બાળકો જરૂરીયાત મંદ મહિલાઓ અને બીમાર વ્યક્તિઓ સુધી પહોંચાડીને શ્રાવણ માસમાં ઓન્લી ઈન્ડિયન અનોખી શિવભક્તિ કરી રહ્યા છે. મિલ્ક બેંક ઓફ મહાદેવ પાછલા આઠ વર્ષથી જૂનાગઢમાં કાર્યરત બની રહી છે. જેને હવે ખૂબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે શ્રાવણ મહિનાના પ્રત્યેક દિવસો દરમિયાન મિલ્ક બેંકમાં અંદાજિત 30 થી લઈને 40 લીટર જેટલું દૂધ એકત્ર થાય છે. હિન્દી ચલચિત્ર ઓ માઇ ગોડમાંથી પ્રેરણા મળી અને જૂનાગઢમાં શરૂ થઈ મિલ્ક બેંક ઓફ મહાદેવ.