ગ્લોબલ વોર્મિંગને જોતા જૂનાગઢના મીઠાઈના વેપારીઓએ એક ઝુંબેશ હાથ ધરી છે. વધતાં પ્રદૂષણથી ઉદ્ભવતી અનેક સમસ્યાઓના નિવારણ માટે જૂનાગઢના ગોપાલ સ્વીટના માલિકે વૃક્ષારોપણ પ્રોત્સાહન આપવા એક પદ્ધતિ અપાનાવી છે. જેમાં જે પણ વ્યક્તિ એક ઝાડનું વાવેતર કરીને તેનો ફોટો તેમને વોટ્સએપમાં મોકલશે તો મીઠાવાળા તરફથી ઝાડનું વાવેતર કરનારા વ્યક્તિને ૨૫૦ ગ્રામ મીઠાઈ વિનામૂલ્યે આપવામાં આવશે.
પર્યાવરણ પ્રેમીની અનોખી પહેલ, એક વૃક્ષ રોપવાના બદલામાં આપે છે 250 ગ્રામ મીઠાઇ - JND
જૂનાગઢઃ જિલ્લાના વૃક્ષારોપણ અંગે જાગૃતિ લાવવા માટે મીઠાઇના વેપારી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જે કોઇ એક ઝાડનું વાવેતર કરીને ફોટો whatsapp પર તેમને મોકલશે તેના બદલામાં 250 ગ્રામ મીઠાઈ આપવામાં આવશે.
જૂનાગઢના મીઠાવાળાએ વૃક્ષારોપણને વેગ આપવા કરી અનોખી પહેલ, એક ઝાડના બદલામાં અપાશે મફત મીઠાઇ
આમ, મીઠાઇવાળા ગોપાલભાઇની આ અનોખી પહેલથી લોકોમાં જાગૃતિ આવે અને વૃક્ષારોપણ કરવા માટે પ્રેરાય તે હેતુથી આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કહેવાય છે કે, ગુજરાતની વેપારી પ્રજા છે. તે કોઇ કામ નફા વગર કરતી નથી. એટલે ગોપાલભાઇ વૃક્ષારોપણના બદલામાં મીઠાઇની સ્કીમ રાખીને લોકોને વૃક્ષો રોપવા માટે આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે જાણવું રસપ્રદ રહેશે તેમને આ કાર્યમાં સફળતાં મળે છે કે નહીં.