ગુજરાત

gujarat

ETV Bharat / state

ચટપટી વાનગીનો ચસકો, સ્પર્ધામાં મહિલાઓએ જોરદાર ડીશ તૈયાર કરી - unique dish competition in Junagadh

જુનાગઢ લોહાણા મહાજન દ્વારા શહેરમાં અનોખી વાનગી સ્પર્ધાનું (Famous dish in Junagadh) આયોજન કરાયું હતું. આ આયોજનમાં 70 જેટલી મહિલાઓએ પોતાની પસંદગીનું વાનગીઓ બનાવીને આકર્ષિત (junagadh delicious food) રીતે તેને પ્રદર્શિત કરી હતી. આ આયોજનમાં મહિલાઓને ક્રમ પણ આપવામાં આવ્યા હતો. (unique dish competition in Junagadh)

ચટપટી વાનગીનો ચસકો, સ્પર્ધામાં મહિલાઓની અવનવી ડીશનો અનોખો સ્વાદ
ચટપટી વાનગીનો ચસકો, સ્પર્ધામાં મહિલાઓની અવનવી ડીશનો અનોખો સ્વાદ

By

Published : Jan 5, 2023, 8:42 PM IST

Updated : Jan 5, 2023, 10:12 PM IST

જૂનાગઢમાં યોજાઈ અનોખી વાનગી સ્પર્ધા 70 જેટલી મહિલાઓએ ચખાડ્યો વાનગીઓનો સ્વાદ

જૂનાગઢ :લોહાણા મહિલા મંડળ દ્વારા અનોખી વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં 70 જેટલી મહિલાઓએ (Famous dish in Junagadh)ભાગ લઈને પોતાની રસોઈ કળાને ઉજાગર કરી હતી. જૂનાગઢના પ્રતિષ્ઠિત મહિલા નિરિક્ષકો દ્વારા ભાગ લેનાર પ્રતિસ્પર્ધીઓની રસોઈને તમામ મોરચે ચકાસી હતી. જેમાં 10 મહિલાઓને સ્ટાર્ટર અને લો કેલરી વિભાગમાં પ્રથમ પાંચ ક્રમે વિજેતા જાહેર કરાઈ હતી. (Junagadh dish competition)

અનોખી મહિલા વાનગી સ્પર્ધાઆયોજનમાંનિધીસ કિચન અને લોહાણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઓપન જુનાગઢ વાનગી સ્પર્ધામાં લો કેલરી અને સ્ટાર્ટરની વાનગી સ્પર્ધામાં શહેરની 70 જેટલી મહિલાઓએ ભાગ (Junagadh news) લીધો હતો. વાનગી સ્પર્ધામાં તમામ મહિલાઓએ પોતાની પસંદગીનું લો કેલેરી અને સ્ટાર્ટર એમ બે વિભાગમાં વાનગીઓ બનાવીને આકર્ષિત રીતે તેને પ્રદર્શિત કરી હતી. મહિલાઓની આ મહેનતને બારીકાઈથી ચકાસવા માટે નિર્ણાયક તરીકે જૂનાગઢની રસોઈ કળા સાથે સંકળાયેલા નિર્ણાયકોએ વાનગીઓને તમામ મોરચે (Junagadh Delicious Food) ચકાસીને બંને કેટેગરીમાં પાંચ પાંચ વિજેતાઓને જાહેર કર્યા હતા.(unique dish competition in Junagadh)

લોક કેલરી અને સ્ટાર્ટર વર્તમાન સમયની જરૂરિયાતવાનગી સ્પર્ધામાં મહિલાઓએ જે રીતે પોતાની રસોઈ કલાને ઉજાગર કરીને પ્રથમ નજરે ખાવા માટે લલચાવવું પડે તે પ્રકારની વાનગીઓ બનાવીને પ્રદર્શિત કરી હતી. જેમાં ફલાફલ, પાની ફલકી વિથ સલાડ, પાલક પૌષ્ટિક રોલ, ઉત્તપમ સેન્ડવીચ, સલાડ અને ઓટ્રસકોન વાનગીને મહિલા નિરીક્ષકોએ સ્વાદિષ્ટની સાથે શરીરને જોઈતી કેલેરી અને તે પણ ચરબીના પ્રમાણ રહિત બનાવી હતી. તેને એકથી પાંચ ક્રમમાં વિજેતા જાહેર કર્યા હતા. (famous dish of gujarat)

વિજેતા કોણ વાનગી સ્પર્ધામાં જે 17 વાનગીઓને રજૂ કરાઈ હતી. તે તમામ સ્વાદ અને આરોગ્યની દ્રષ્ટિએ એકદમ યોગ્ય માનવામાં આવી હતી. પરંતુ વિજેતાઓ જાહેર કરવાની લઈને પાંચ વાનગીઓ બનાવનાર દિપા રાજા વર્ષા હરવાણી, જ્યોતિ રુપારેલીયા, જયશ્રી ગોલારીયા, વખારીયા તન્વી અને શીવાની નિર્મળને વિજેતા જાહેર કરાયા હતા. (junagadh famous food)

આ પણ વાંચોસુરતનો નવો ચટાકો, ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ આઈસ્ક્રીમ ભજીયા અને આઈસ્ક્રીમ પાણીપુરીની મજા

મહિલા નિર્ણાયકોએ વાનગીને વખાણીવાનગી સ્પર્ધામાં ખાસ મહિલા નિર્ણાયક તરીકે હાજર રહેલા ડૉ સીમા પીપલીયાએ (junagadh delicious food) મહિલાઓના આ પ્રયાસને વખાણ્યો હતો. જે રીતે મહિલાઓ ઘરના કામની સાથે સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે અને આટલી સ્વાદિષ્ટ રસોઈ દેખાવે પણ એટલી જ સુંદર બનાવવાનો જે વિનમ્ર પ્રયાસ કર્યો છે તે ખરેખર કાબિલ તારીફ છે. જે મહિલાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે તે તમામ મહિલાઓ વિજેતા છે, પરંતુ જ્યારે ક્રમ આપવાની વાત થાય ત્યારે એકથી પાંચ ક્રમ આપી શકાય. (junagadh famous sweet)

આ પણ વાંચોWinter Special Food: જાણો શિયાળામાં શરીરને ગરમ રાખતાં કચ્છના સ્પેશિયલ અડદિયા વિશે

સુંદર અને આરોગ્ય માટે જરૂરી પરંતુ મહિલાઓએ જે પ્રયત્ન કરીને વાનગી બનાવી છે તે ખરેખર ખૂબ જ સુંદર અને આરોગ્ય માટે પણ એટલી જ મહત્વની છે. તો મહિલા મંડળના પ્રમુખ અલ્પા ઉનડકટે વર્તમાન સમયમાં પ્રત્યેક પરિવારની દૈનિક જરૂરિયાતને ધ્યાન રાખીને સ્ટાર્ટર અને લો કેલરી જેવા બે વિભાગમાં મહિલાઓ રસોઈ કરતી થાય અને પરિવારનું આરોગ્ય અને ખાસ કરીને ખોરાકને ધ્યાને રાખીને મહિલાઓ આરોગ્યની ચિંતા કરે તેને લઈને આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ખૂબ જ સફળતા સાથે જુનાગઢ શહેરની 70 જેટલી ગૃહિણીઓએ ભાગ લઈને પોતાની રસોઇ કળાને જૂનાગઢના ફલક પર વિસ્તારી હતી. (junagadh famous places)

Last Updated : Jan 5, 2023, 10:12 PM IST

ABOUT THE AUTHOR

...view details