ગુજરાત

gujarat

ETV Bharat / state

Budget 2023 : જૂનાગઢની સિનિયર સિટીઝને બજેટને છેતરવાનો પ્રયાસ ગણ્યું - કેન્દ્રીય બજેટ 2023

આજે કેન્દ્રીય બજેટ 2023ને લઈને જૂનાગઢમાં સિનિયર સિટીઝન પોતાનો મત રજૂ કર્યો હતો. પેન્શન ધારકો, કરદાતાઓ માટે નવી યોજનાની જાહેરાત કરાઈ છે. જે યોજનાઓ સિનિયર સિટીઝન છેતરામણી માની રહ્યા છે. આજના બજેટની જોગવાઈનો કોઈ દેખીતો ફાયદો નહીં થાય તેવો મત સામે આવ્યો છે. (Union Budget 2023 Junagadh)

Budget 2023 : જૂનાગઢની સિનિયર સિટીઝને બજેટને છેતરવાનો પ્રયાસ ગણ્યું
Budget 2023 : જૂનાગઢની સિનિયર સિટીઝને બજેટને છેતરવાનો પ્રયાસ ગણ્યું

By

Published : Feb 1, 2023, 9:08 PM IST

Budget 2023 : જૂનાગઢની સિનિયર સિટીઝને બજેટને છેતરવાનો પ્રયાસ ગણ્યું

જૂનાગઢ :વર્ષ 2023 24નું સામાન્ય અંદાજપત્ર નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કર્યું છે. આજે રજૂ થયેલા બજેટમાં પેન્શનરો અને સિનિયર સિટીઝનો માટે કેટલીક જાહેરાતો અને કર રાહતો આપવાની દરખાસ્ત કરાઈ છે. સમગ્ર બજેટને લઈને જૂનાગઢના સિનિયર સિટીઝન અને પેન્શન ધારકો નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને દીવા સ્વપ્ન સાથે સરખાવ્યું છે. રજુ થયેલા અંદાજપત્રનો કોઈ દેખીતો અને સીધો ફાયદો સિનિયર સિટીઝન અને પેન્શન ધારકોને નહીં થાય તેવો તેમનો પ્રતિભાવ વ્યક્ત કર્યો છે.

આવકવેરા નિષ્ણાંતોએ બજેટને ગણાવ્યું સારું :આવકવેરા વિભાગમાં કામ કરીને સેવા નિવૃત થયેલા કર્મચારીઓએ સમગ્ર રીતે બજેટને સારું ગણાવ્યું છે. આ બજેટ સર્વ સમાજના વિકાસ અને તેને આગળ લઈ જવાના રોડ મેપ સાથે સરખાવ્યું છે. સીધા કરવેરામાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તે આવકારદાયક મનાય છે. વધુમાં બજેટની દરખાસ્તમાં જે આવક મર્યાદામાં મુક્તિને વધારવામાં આવી છે તેને પણ બજેટના જમા પાસા તરીકે ઓળખાવી શકાય છે, પરંતુ મહિલાઓને પ્રોત્સાહન કરવા માટે જે આવકવેરાની મર્યાદા વધારવામાં આવી છે. તે સામાન્ય વર્ગની મહિલાઓને તેનો લાભ નહીં મળે પરંતુ કર રાહતો ટેક્સ ભરતી મહિલાઓને વધુ ફાયદો કરાવશે તેવું જણાવ્યું હતું.

ડિજિટલ વ્યવહારને મહત્વ અપાયુ :બજેટમાં ડિજિટલ વ્યવહારને ખૂબ જ મહત્વપૂર્ણ ફેક્ટર તરીકે ઉલ્લેખ કરાયો છે. ડિજિટલ વ્યવહાર થકી ચલણી નોટોનો વ્યવહાર ઓછો થશે જેના કારણે નોટો છાપવા પાછળ થતો ખૂબ મોટો ખર્ચ બચાવવાની દિશામાં સરકારે નજર દોડાવે છે, પરંતુ ડિજિટલ વ્યવહાર માટે જરૂરી એવા મોબાઈલ કંપનીના દરોમાં કોઈ ઘટાડો થશે અથવા તો કરવામાં આવશે તેને લઈને કોઈ ઉલ્લેખ કરાયો નથી. જેથી ડિજિટલ વ્યવહારો કેટલા થશે અને બજેટની જોગવાઈઓ ડિજિટલ વ્યવહારોને કેટલું સમર્થન આપે તેના પર સવાલો આજે પણ ઉભા જોવા મળે છે.

પેન્શનરોની આવક મર્યાદામાં કરાયો વધારો :કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય અંદાજપત્રમાં સિનિયર સીટીઝનો માટેની જે બચત યોજના હતી. તેમાં વધારો કરીને 15 લાખની જગ્યા પર 30 લાખ કરવામાં આવી છે. જેને લઈને સિનિયર સિટીઝનો કેન્દ્રીય બજેટની યોજનાને દીવા સ્વપ્ન ગણાવી રહ્યા છે. વધુમાં આવી યોજનાઓથી નવી રોજગારીનું સર્જન થશે તેના પર અનેક પ્રશ્નાર્થ ઊભા થયા છે. વધુમાં જે રીતે વિદેશોમાં સિનિયર સિટીઝનની આવકને સંપૂર્ણ કર માફી નીચે રાખવામાં આવે છે અથવા તો સિનિયર સિટીઝન અને નિવૃત્ત કર્મચારીઓ પાસેથી કોઈ પણ પ્રકારનો કર લેવામાં આવતો નથી. આ પ્રકારની યોજના બજેટમાં દાખલ કરવામાં આવે તો જ આપણા દેશમાં સિનિયર સિટીઝનને આર્થિક મદદ થઈ શકે તેમ છે. અન્યથા બજેટની જોગવાઈનો કોઈ મતલબ રહેતો નથી.

આ પણ વાંચો :Budget 2023 Highlight: જાણો મોદી સરકારના બજેટની મોટી અને મહત્વની જાહેરાતો

પ્રોફેશનલ ટેક્સમાં વધારો આંશિક રીતે ફાયદાકારક :વર્ષ 2023 24ના સામાન્ય અંદાજપત્રમાં પ્રોફેશનલ ટેક્સ કે જેને આપણે સાદી ભાષામાં વ્યવસાય વેરા તરીકે ઓળખીએ છીએ જેની મર્યાદા પાંચ લાખ કરવામાં આવી છે. જે પ્રોફેશનલ અથવા તો વ્યવસાય વેરો ભરતા કરદાતાઓ માટે સારી માની શકાય છે. આ યોજના થકી પ્રતિ મહિને કરદાતાઓને 200 રૂપિયાની બચત થશે, પરંતુ આ બચત 40,000ના પગારની મર્યાદામાં બેથી ત્રણ વર્ષ સુધી જ મળશે, ત્યારબાદ કરદાતા ના પગારમાં વધારો થતા તે પ્રોફેશનલ અથવા તો વ્યવસાય વેરો ચુકવતા કરદાતાના સ્લેબમાંથી બહાર નીકળી જશે. જેથી વ્યવસાય વેરાની મર્યાદામાં જે વધારો કર્યો છે તેનો આંશિક ફાયદો થઈ શકે છે.

આ પણ વાંચો :Budget 2023 : લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ખાસ ફંડિગ, હીરા ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું

છાસ, પાપડ પર વેરો નાખનાર સરકાર રાહત :વધુમાં સિનિયર સિટીઝન અને કરદાતા એ કેન્દ્રીય બજેટને એકદમ પાયાથી નકાર્યું છે અને તેઓ જણાવી રહ્યા છે કે જે રીતે છાશ અને પાપડ પર કરવેરો ઝીંકનાર સરકાર સામાન્ય માધ્યમ અને ગરીબ વર્ગને કરમા કઈ રીતે રાહત આપી શકે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજુ કરેલું આજનું સામાન્ય અંદાજપત્ર એકદમ છેતરનાર અને મોંઘવારીમાં વધારો કરનારું તેમજ આગામી લોકસભાની ચૂંટણીને કેન્દ્રસ્થાને રાખીને રજૂ કર્યું છે તેવો પ્રતિભાવ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details