માંગરોળઃ પાછલા ત્રણ વર્ષથી ગીર અને બરડા પંથકના આદિવાસી સમાજમાં સામેલ ગઢવી- ચારણ અને રબારી (Rabari Samaj )સહિત કેટલીક જ્ઞાતિના યુવાનોએ આજે માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. સરકાર તેમને નોકરીના અધિકારો આપે અન્યથા ઇચ્છામૃત્યુની (Unemployed Youth Demand Death )માગણીનો સ્વીકાર કરે તેવી આવેદનપત્રમાં માંગ કરી છે.
સરકાર સામે વધુ એક આંદોલન આકાર લઇ રહ્યું છે- ગીર અને બરડા પંથકના રબારી, ગઢવી- ચારણ સહિત કેટલીક જ્ઞાતિઓને કે જેઓ જંગલ વિસ્તારમાં આજે પણ રહે છે. તેમને અનુસૂચિત જનજાતિમાં (Scheduled Tribes )રાજ્ય સરકારે સામેલ કર્યા છે. આવા ઉમેદવારો gpsc થી લઈને પોલીસ ભરતી બોર્ડ તેમજ અન્ય સરકારી નોકરીઓની પરીક્ષા ઉત્તીર્ણ કરીને સરકારી નોકરી મેળવવાની પાત્રતા પાછલા ત્રણ વર્ષથી ધરાવી રહ્યા છે. પરંતુ રાજ્ય સરકારના વિવિધ વિભાગો તેમના અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ચકાસણીને લઈને યોગ્યતા પ્રાપ્ત ઉમેદવારોને હજુ સુધી સરકારી નોકરી માટે યોગ્ય માનતી નથી. તેના વિરોધમાં આજે માંગરોળ મામલતદાર કચેરીએ ગઢવી-ચારણ અને રબારી સહિત (Gadhvi Charan Samaj Demand Of Employment )અન્ય જ્ઞાતિના ઉમેદવારોએ આવેદનપત્ર પાઠવીને (Unemployed Youth Demand Death ) રોષ વ્યક્ત કર્યો હતો.