લોએજ ગામે દરિયાની રેતીની ગેરકાયદેસર હેરફેરી થતી હોવાની મામલતદાર એચ.જી.બેલડીયાએ વનવિભાગને જાણ કરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. જેના આધારે નોર્મલ રેન્જના RFO જે.એસ.ભેડા તથા રાઉન્ડના સ્ટાફે તપાસ કરતા ગામના વિસ્તારમાં સરકારી ખુલ્લી જગ્યામાં 14 થી 15 ટ્રેકટર જેટલી રેતીનો સંગ્રહ કરી જેઠાભાઈ અરજણભાઈ નંદાણીયા નામનો ઈસમ તેનો વેપાર કરતા હોવાનુ ખૂલ્યુ હતુ.
માંગરોળમાં દરિયાઇ રેતીની ચોરી કરનાર 2 શખ્સોની અટકાયત - Junagadh rural
જૂનાગઢઃ માંગરોળ પંથકમાં દરિયાઈ ખનીજની બેરોકટોક ચોરી અને વેચાણ થતુ હોવાનું સામે આવ્યું છે. વનવિભાગે તાલુકાના લોએજ ગામે સરકારી જમીનમાં બે બાજુ કાચી દિવાલ ચણી, વેપાર અર્થે સંગ્રહ કરવામાં આવેલો આશરે 70 ટનથી વધુ રેતીનો જથ્થો કબ્જે લઈ 2 શખ્સોની અટકાયત કરી હતી. બંને પાસેથી 25 હજારનો દંડ વસુલી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
માંગરોળમાં દરિયાઇ રેતીની ગેરકાયદેસર ચોરી કરનાર 2 શખ્સોની થઇ અટક
આ જથ્થો બળદગાડા મારફતે એકત્ર કરવામાં આવ્યો હતો. જે જગ્યાથી રેતી ખરીદવામાં આવી હતી તે જશુભા કેશુભા ચુડાસમાની પણ અટકાયત કરી, સ્થળના પંચનામા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.