ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળ તાલુકાના સાગાવાડા ગામે ઠંડા પીણાની બોટલ પીતા 2 વર્ષના બાળકને ઝાડા ઉલટી - cold drink

માંગરોળ તાલુકાના સાગાવાડા ગામે ઠંડા પીણાંની બોટલનું સેવન કરતા બે વર્ષના બાળકને ઝાડા ઉલટી થયા હતા. જ્યારે દુકાનદારે અન્ય બોટલ ચેક કરતા તે બોટલમાં ઝેરી જંતુ જેવું જોવા મળ્યું હતું.

Mangrol
માંગરોળ

By

Published : Nov 3, 2020, 4:39 PM IST

  • ઠંડાપીણાનું સેવન કરતા બે વર્ષના બાળકને ઝાડા ઉલટી
  • કંપની દ્વારા ગુજરાતના ઘણા ખરા જિલ્લામાં થાય છે સેલિંગ
  • દુકાનદાર તેમજ ભોગ બનનારના પિતા દ્વારા યોગ્ય તાપસ સાથે કાર્યવાહીની માંગ

જૂનાગઢ : માંગરોળ તાલુકામાં ઠંડા પીણાની બોટલનું સેવન કરતા બે વર્ષના બાળકને ઝાડા ઉલટી થયા હતા. જ્યારે અન્ય બોટલ ચેક કરતા તે બોટલમાં ઝેરી જંતુ જેવું જોવા મળ્યું હતું.

બાળકને આયુર્વેદિક ઉપચાર કરતા બાળક થયો સ્વસ્થ

મળતી માહિતી અનુસાર પાન મસાલા તેમજ ઠંડા પીણાંની દુકાન ચલાવતા ભરતભાઈ માલમને ત્યાં પોતાના દીકરાનો બર્થડે હોવાથી અને બર્થડેમાં આવેલ મહેમાનોને ઠંડુ પીવડાવવામાં આવ્યું હતું. તેમાં ગામના એક બે વર્ષના બાળકને ફ્રૂટીની બોટલ પીવડાવી હતી. જ્યારે બોટલ પીધા બાદ બાળકને થોડીવારમાં ઝાડા અને ઉલટી થવા માંડયા હતા. ત્યારે બધા લોકો પરેશાન થયા હતા. જ્યારે બાળકને આયુર્વેદિક ઉપચાર કરતા બાળક સ્વસ્થ થયો હતો. જ્યારે દુકાન માલિકને શંકા જતા પોતાની દુકાનમાં પડેલી અન્ય બોટલ ચેક કરતા એક બોટલમાં ઝેરી જંતુ હોવાનું દેખાયું હતું.

માંગરોળ તાલુકાના સાગાવાડા ગામે ઠંડા પીણાંની બોટલ પીતા બે વર્ષના બાળકને ઝાડા ઉલટી

કંપનીને લઇને અનેક સવાલો લોકોના મનમાં ઉદભવ્યા

જ્યારે તે બોટલ સિલ બંધ જ રહેવા દીધી હતી અને કંપનીને જાણ કરવામાં આવી હતી. પરંતુ કંપની દ્વારા યોગ્ય ઉત્તર ન આપવામાં આવ્યો હતો. ત્યારે દુકાન માલિક તેમજ ભોગ બનનારના પિતા દ્વારા જણાવાયું કે, જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. ત્યારે સવાલ એ થાય છે કે, આટલી મોટી કંપની અને આટલી બે જવાબદાર કેમ, માર્કેટમાં આવતી કંપની આ રીતે જ લોકોના આરોગ્ય સાથે ચેડા કરશે. આવા અનેક સવાલો લોકોના મનમાં ઉદભવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details