જૂનાગઢમાં વીજ વાયરની ચોરી કરતાં 2 વ્યક્તિની ધરપકડ કરાઈ - Junagadh news
જૂનાગઢ: જિલ્લાના કેશોદ વિસાવદર અને માળિયા પંથકમાં વીજ વાયર કાપીને ચોરી કરતાં બે આરોપી ઝડપાયાં છે. પોલીસે બંને આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂનાગઢમાં વીજ વાયરની ચોરી કરતાં 2 વ્યક્તિની ધરપકડ કરાઈ
જૂનાગઢમાં વિસાવદર કેશોદ અને માળિયા પંથકમાં છેલ્લાં કેટલાય સમયથી જીવંત વીજ વાયરના ચોરીની અનેક ઘટના સામે રહી આવી હતી. ત્યારે સ્થાનિક પોલીસે બાતમીના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં વેરાવળ તાલુકાના કાસમ કેસુર અને અહમદ શિકાણી નામના લોકો ચોરી કરતાં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી અંદાજે 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ પોલીસે ઘટનાની તપાસ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.