ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં જવાહરનું રાજકીય ઓપરેશન,જિલ્લા પંચાયતના 2 સભ્યો ભાજપમાં - Congress

જૂનાગઢ: જિલ્લા પંચાયતમાં ફરી એક વખત વિદ્રોહના મંડાણ, વધુ બે સભ્યોએ ભાજપનો ખેશ ધારણ કર્યો હતો. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં સાસણ હાલક-ડોલક થાય તો નવાઈ નહિ. કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. હજૂ લોકસભા અને માણાવદર વિધાનસભાની ચૂંટણીમાં થયેલી હારની કળ વળી નથી ત્યાં જિલ્લા પંચાયતના વધુ બે સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

જિલ્લા પંચાયતના 2 સભ્યો ભાજપમાં જોડાયા

By

Published : Jun 2, 2019, 8:10 PM IST

રાણીબેન સોલંકી અને જયેશ લાડાણીએ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાની હાજરીમાં ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ગત જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસને ભવ્ય વિજય મળતા 30 માંથી 27 બેઠકો મળી હતી, જયારે ભાજપ માત્ર 3 બેઠકો પર સેમટાઈ ગઈ હતી.લોકસભાની ચૂંટણી પહેલા માણાવદરના જવાહર ચાવડાએ ભાજપનો ખેશ ધારણ કર્યા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહીત 7 જેટલા સભ્યોએ ભાજપનો ખેશ ધારણ કર્યો હતો. આજે ગડુ બેઠકના રાણીબેન સોલંકી અને મેસવાણ બેઠકના જયેશ લાડાણીએ પણ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેશ ધારણ કર્યો હતો.

જિલ્લા પંચાયતના 2 સભ્યો ભાજપમાં જોડાયા

જયેશ લાડાણી વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેશોદ બેઠક પરથી ચૂંટણી લડયા હતા પરંતુ ભાજપ સામે તેમની હાર થઇ હતી. ત્યારે જયેશ લાડાણી ભાજપમાં જોડાતા કેશોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસને વધુ નુકસાન થઇ શકે તેમ છે.ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની 30 બેઠકો પૈકી 18 બેઠકો કોંગ્રેસ પાસે જયારે ભાજપ પાસે કોંગ્રેસના વિદ્રોહી 9 સહીત 12 સભ્યો છે, જયારે વડાલ બેઠકના સભ્યનું મૃત્યું થઇ જતા બેઠક ખાલી હતી.

ABOUT THE AUTHOR

...view details