ગુજરાત

gujarat

ETV Bharat / state

વંથલી પોલસની બેદરકારી આવી સામે, દુષ્કર્મનો આરોપી ફરાર - હાથરસ દુષ્કર્મની ઘટના

જૂનાગઢના વંથલી તાલુકામાં 8 દિવસમાં બીજી બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. છોટા ઉદેપુરથી રોજગારી અર્થે આવેલા આદિવાસી યુવકે સાડા બાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ છે. જેથી વંથલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ધરપકડ કરી પુછપરછ શરુ કરી હતી, પરંતુ આરોપી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયો છે.

incident-of-two-rapes-in-8-days-in-vanthali-taluka-of-junagadh
જૂનાગઢના વંથલી તાલુકામાં 8 દિવસમાં બે દુષ્કર્મની ઘટના

By

Published : Nov 5, 2020, 3:10 PM IST

Updated : Nov 5, 2020, 4:40 PM IST

  • સાડા બાર વર્ષની બાળકી પર આદિવાસી યુવકે આચર્યું દુષ્કર્મ
  • પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી
  • વંથલી પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ શરૂ
  • આરોપી પોલીસના સંકંજામાંથી છટકી જતાં શોધખોળ શરૂ કરાઇ

જૂનાગઢઃ હાલ દેશમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. હાથરસ દુષ્કર્મની ઘટના બાદ દેશના અનેક રાજ્યમાં આવી ઘટનાઓ સામે આવી રહી છે. આવી ઘટનાઓ ગુજરાતના અનેક જિલ્લાઓમાં બની રહી છે. થોડા સમય પહેલા ડાંગમાં મુકબધીરા સગીરા પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચ્યો હતો. તો હવે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં પણ એક અઠવાડિયામાં દુષ્કર્મની 2 ઘટનાઓ સામે આવી છે.

વંથલી પોલસની બેદરકારી દુષ્કર્મનો આરોપી ફરાર

છોટા ઉદેપુરના ચુવકે આચર્યું દુષ્કર્મ

જિલ્લાના વંથલી તાલુકાના ગામડાઓમાં બહારથી રોજગારી માટે આવેલા 29 વર્ષીય યુવકે 12 વર્ષની પુત્રીને ફોસલાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અગાઉ પણ આરોપી અનેખ વખત દુષ્કર્મ આચરી ચૂક્યો છે. આ અંગે સગીરાના માતા-પિતાને જાણ થતાં માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી.

આરોપી પોલીસ પકડમાંથી નાસી છૂટ્યો

આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે પૂછપરછ હાથ ધરી હતી, પરંતુ નરાધમ આરોપી પોલીસની પકડમાંથી ફરાર થયો છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Nov 5, 2020, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details