જૂનાગઢ : શહેર પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે શહેરની ખામ ધ્રોલ ચોકડી પાસે બે શંકાસ્પદ યુવાનો મોટરસાઈકલ પર કોઈ ગુનાને અંજામ આપવા જઈ રહ્યા છે તેવી બાતમી પોલીસને મળી હતી. જેને ધ્યાનમાં લઇને પોલીસ દ્વારા આ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ બે યુવાનને પકડી પાડીને તપાસ કરતાં તેમની પાસેથી હાથ બનાવટની એક પિસ્તોલ અને રિવોલ્વર સાથે જીવતા 41 કારતુસ મળી આવ્યા હતા. જેનો કબજો કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ પોલીસને મળી સફળતા, બે હથિયાર અને 41 જીવતા કારતુસ સાથે આરોપીની ધરપકડ - news in ammunition
જૂનાગઢ પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં શહેર પોલીસ દ્વારા હાથ બનાવટના બે હથિયાર અને 41 જીવતા કારતુસ સાથે બે વ્યકિતઓને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે શહેરના ખામધ્રોલ ચોકડી પાસેથી બે યુવાનની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં હથિયાર સપ્લાયનો આંતરરાજ્ય નેટવર્ક હોવાની શક્યતાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઇને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર મામલો હથિયારની લે વેચ સાથે જોડાતો જોવા મળતાં પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓની વધુ આકરી તપાસ અને પૂછપરછ કરતાં સમગ્ર મામલે વધુ કેટલાંક ખુલાસાઓ થયા છે. જેને લઇને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ આરોપીઓ પાસેથી જે વિગતો મળી છે, જેના પરથી આ કોઈ આંતરરાજ્ય ગેરકાયદે હથિયાર લે-વેચનું કોઈ મોટું નેટવર્ક ચાલતુ હોય તેવી શંકાને આધારે પોલીસ દ્વારા રાજ્યના અન્ય જિલ્લાઓ અને રાજ્ય બહાર પણ તપાસ કરે તેવી શક્યતાઓ હાલના તબક્કે નકારી શકાય તેમ નથી.