- જૂનાગઢના 12 બાળકોએ છ કલાક સુધી કર્યું સ્કેટિંગ
- છ કલાક સુધી સ્કેટીંગ કરનારા 12 બાળકોના નામ ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં દર્જ કરાયા
- ખેલ મહાકુંભમાંથી પ્રેરણા મેળવીને જૂનાગઢનું નામ કર્યું રોશન
જૂનાગઢ: જિલ્લાના 12 જેટલા બાળકોએ સતત છ કલાક સુધી સ્કેટીંગ કરીને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. જૂનાગઢના ચોબારી ફાટક નજીક આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે સાડા પાંચ કલાકથી આ સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી, જે સવારે 11:30 કલાકે પૂર્ણ કરવામાં આવી હતી. શહેરના શ્રીનાથજી પાર્કમાં સ્પર્ધકોની સાથે તેમના વાલીઓ અને તેમની સાથે અભ્યાસ કરતાં તેમના મિત્રોએ પણ હાજરી આપી હતી અને આ જે નાના બાળકો ખુમારીથી સ્કેટિંગ સતત કરતા જોવા મળી રહ્યા હતા. તેનો ઉત્સાહ વધારવા માટે પણ વાલીઓ અને તેમના મિત્રોની હાજરી ખૂબ અસરકારક બનતી જોવા મળી હતી. સતત છ કલાક સુધી વિરામ લીધા વગર સ્કેટીંગ કરવું તે એક સિદ્ધિ ચોક્કસ ગણી શકાય અને પાંચ વર્ષનું બાળક સતત છ કલાક સ્કેટીંગ વ્હિલ પર ચાલતું જોવા મળે તેને જોવાનો લાહવો હતો. જેને બાળકોના વાલીઓ અને તેમના મિત્રોએ છ કલાક સુધી ઉઠાવ્યો હતો.