માંગરોળ નજીકના રહીજ ગામના એક નાગરીક દ્વારા ગામમાં અવાર નવાર ગ્રામ પંચાયતની જમીનમાં પેશકદમી થતી હોવાની માંગરોળના ટીડીઓને લેખીત તથા મૌખીક રજૂઆત કરી હતી, પરંતુ ટીડીઓ દ્વારા આ બાબતે કોઇપણ જાતના પગલાં ન લેવાતાં આખરે આ ઇસમ દવારા માંગરોળ તલુકા પંચાયત સામે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
તંત્રની ઢીલી કામગીરીથી કંટાળી જૂનાગઢમાં વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ - RAHIJ
જૂનાગઢઃ જિલ્લાના રહીજ ગામે સરકારી પેશકદમી દુર કરવા બાબતે અવાર-નવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલાં ન લેવાતા માંગરોળ તાલુકા પંચાયત કચેરી સામે એક વ્યક્તિએ આત્મવિલોપનો પ્રયાસ કર્યો હતો.
JND
માંગરોળ મરીન પોલીસે આ ઇસમની અટકાયત કરી હતી. જ્યારે આ બાબતની ટીડીઓને જાણ કરતાં ટીડીઓ દ્વારા આ પ્રશ્નનો ચાર દિવસમાં નિકાલ કરવાની ખાત્રી આપતાં મામલો થાળે પડ્યો હતો.