ગુજરાત

gujarat

ETV Bharat / state

કેશોદના CRPF શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ - CRPF જવાન દેવદાન બકોત્રા

જૂનાગઢના કેશોદના શહીદ જવાનના પાર્થિવ દેહને પોતાના વતન ડેરવાણ ગામે ધારાસભ્ય, મામલતદાર સહિતના કુટુંબીજનો, ગ્રામજનો, આગેવાનોએ પુષ્પ હારથી શ્રધ્ધાંજલિ આપી હતી. તેમજ અગ્નિ સંસ્કાર માટે સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

jnd
જુનાગઢ

By

Published : Jan 24, 2020, 1:19 PM IST

જૂનાગઢ : જિલ્લાના કેશોદ તાલુકાના ડેરવાણ ગામના દેવદાન બકોત્રા છેલ્લા 4 વર્ષથી CRPFમાં ફરજ બજાવી રહ્યા હતાં. હાલમા તેઓ મુકેશ અંબાણીના બંગલે ફરજ પર હતાં, ત્યાં કોઈ કારણોસર મીસ ફાયરીંગ થતા દેવદાનભાઈ બકોત્રા ઘાયલ થતા સારવાર ચાલી રહેલી હતી. જેમાં સારવાર દરમિયાન જવાનનું મોત નીપજયું હતું. સીઆરપીએફ જવાન દેવદાન બકોત્રાના અવસાનની જાણ થતા દેવદાન બકોત્રાને શ્રદ્ધાંજલિ આપતા ફોટા ગત સાંજથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતાં.

કેશોદના CRPF શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

દેવદાન બકોત્રાના પાર્થિવ દેહને પોતાના વતન ડેરવાણ ગામે લઇ અવાયો હતો. જ્યાં શહિદ જવાન દેવદાનને પુષ્પ હારથી ધારાસભ્ય, મામલતદાર, કુટુંબીજનો, ગ્રામજનોએ શ્રધ્ધાંજલિ આર્પી હતી. તેમજ અગ્નિ સંસ્કાર માટે સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. આ બનાવથી સમગ્ર ડેરવાણ તથા તાલુકાભરમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેવદાન બકોત્રા તેના માતા-પિતા સાથે રહેતા હતા. જવાનના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા.

ABOUT THE AUTHOR

...view details