ગુજરાત

gujarat

ETV Bharat / state

Travel to India bicycle: પ્રકૃતિને માણવા અને તણાવ માંથી મુક્ત બનવા તમિલનાડુનો યુવાન સાયકલ પર નીકળ્યો ભારત પ્રવાસે - પર્યાવરણ જાળવણી સંદેશ

તમિલનાડુથી સાયકલ પર ભારત પ્રવાસની શરૂઆત(Bicycle tour of India from Tamil Nadu )કરનાર યોગેશ્વરન સાઈકલ યાત્રાનો રૂટ જંગલ વિસ્તારમાંથી પસાર થતો હોય તેને પસંદ કરીને આજે જૂનાગઢ પહોંચ્યો છે. યોગેશ્વરન માની રહ્યો છે કે માનસિક તાણમાંથી એક માત્ર પ્રકૃતિ બચાવી(Environmental preservation message)શકે છે. તેમની આ સાયકલ યાત્રાનો બીજો સંદેશ એ છે કે લોકો પ્રકૃતિને ખૂબ નજીકથી જાણે અને માણે વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ જેવી અનેક સમસ્યાઓ વિશ્વને છે.

Travel to India bicycle: પ્રકૃતિને માણવા અને તાણથી મુક્ત બનાવવા તમિલનાડુનો યુવાન સાયકલ પર નીકળ્યો ભારત પ્રવાસે
Travel to India bicycle: પ્રકૃતિને માણવા અને તાણથી મુક્ત બનાવવા તમિલનાડુનો યુવાન સાયકલ પર નીકળ્યો ભારત પ્રવાસે

By

Published : Feb 19, 2022, 4:41 PM IST

જૂનાગઢઃઆધુનિક સમયમાં માણસ કામકાજની દોડધામથી ખૂબ જ વ્યસ્ત જોવા મળી રહ્યો છે. આ દોડધામ હવે માનસિક તાણમાં પરિવર્તિત થતી જાય છે. સમગ્ર વિશ્વમાં માનસિક તાણના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. માનસિક તાણને કારણે રોગોની સાથે બીજી અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓ પણ ઉભી થતી હોય છે. જેને ધ્યાને રાખીનેતમિલનાડુનો યોગેશ્વરન નામનો યુવાન તમિલનાડુથી લદાખ સુધીની બાર હજાર કિલો મીટરની ભારત યાત્રા સાયકલ (India Bicycle Travel )પર પૂર્ણ કરીને લોકોને ભાગદોડ ભર્યા (Environmental preservation message)જીવનમાંથી દૂર થવાનો સંદેશો મળે તે માટે આ યુવાન ભારત યાત્રાના તેના ચરણમાં આજે જૂનાગઢની ગિરનાર તળેટીમાં જોવા મળ્યો હતા. સાઈકલ યાત્રાને લઈને યોગેશ્વરન ETV Bharat સાથે વાતચીત કરી હતી અને તેમણે આધુનિક સમયમાં દોડભાગ ભર્યું જીવન પ્રત્યેક વ્યક્તિને થોડે ઘણે અંશે માનસિક તાણમાં નાખી રહ્યું છે જે આગામી સમયમાં ખૂબ મોટી સમસ્યા બની શકે છે આવું ન બને તે માટે તે સાયકલ યાત્રા પર નીકળ્યો છે.

સાયકલ પર ભારત પ્રવાસ

આ પણ વાંચોઃવડોદરાની દિકરીએ હિમાલય પહાડોમાં કરી સાઈકલ યાત્રા

સાઈકલ યાત્રાનો રૂટ પણ વનરાજી નજીકનું પસંદ કરાયો

આજથી પાંચ મહિના પૂર્વે તમિલનાડુથી સાયકલ પર ભારત પ્રવાસની શરૂઆત (Travel to India bicycle)કરનાર યોગેશ્વરન સાઈકલ યાત્રાનો રૂટ પણ જંગલ વિસ્તારમાંથી પસાર થતો હોય તેને પસંદ કરીને આજે જૂનાગઢ પહોંચ્યો છે. યોગેશ્વરન માની રહ્યો છે કે માનસિક તાણમાંથી એક માત્ર પ્રકૃતિ બચાવી શકે છે. તેમની આ સાયકલ યાત્રાનો બીજો સંદેશ એ પણ છે કે લોકો પ્રકૃતિને ખૂબ જ નજીકથી જાણે અને માણે વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ જેવી અનેક સમસ્યાઓ વિશ્વને ઉત્પિડીત કરી રહી છે. આવી પરિસ્થિતિમાં લોકો વન્ય જીવ સંપત્તિને સાચવી રાખે તેનો સંદેશો મળે તે માટે પણ તેમની આ સાયકલ યાત્રા શરૂ કરી છે. હાલ યોગેશ્વરન 4 હજાર કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરી ચૂક્યો છે અને આવનારા સમયમાં બાકી રહેતા 8 હજાર કિલોમીટર લદાખમાં પૂર્ણ કરીને તેમના સાઇકલ યાત્રા સંદેશાને પૂર્ણં કરશે.
આ પણ વાંચોઃWorld Bicycle Day: જૂનાગઢના બિપીન ભાઈની અનોખી સાઈકલ યાત્રા

ABOUT THE AUTHOR

...view details