હાલ શ્રાવણ માસ હોવાથી તહેવારોની સીઝનમાં બજારોમાં ખરીદીની ભીડ જામતી હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી માંગરોળની બજારોમાં રખડતા ઢોર અને આખલા જોવા મળી રહ્યા છે. વધુમાં મુખ્ય બજારોમાં પણ આખલાઓ લડતા નજરે પડ્યા હતા. ત્યારે વાહન ચાલકો અને ખરીદીમાં નિકળતા મહીલાઓ બાળકો સહીત તમામને મુશ્કેલી પડી રહી છે. થોડા સમય પહેલાં માંડવી ગેઈટ નજીક આખલાઓ લડતાં લડતાં એક પાનની દુકાનમાં ઘુસી ગયા હતા. ત્યારે તંત્ર ઘોર નિન્દ્રામાં પોઢી રહ્યું છે અને આ સમસ્યાનો તોઈ નિકાલ નથી લાવતું.
માંગરોળમાં રખડતાં ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ - ETV Bharat
જૂનાગઢઃ માંગરોળની વિવિધ ભરચક બજારો અને ચોકમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ખુંટીયાનો ત્રાસ વધી રહ્યો છે, તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જેને કારણે નિર્દોષ પ્રજા ભોગ બની રહી છે.
traffic problems
ત્યારે શહેરની સમસ્યા ઢોરના ત્રાસની તો છે, પરંતુ ફોરટ્રેક ઉપર દરરોજ હજારો વાહનો આવન જાવન કરે છે. ત્યાં પણ રખડતાં ઢોરો આરામ ફરમાવતા નજરે પડી રહ્યા છે. આ ઢોરના કારણે અકસ્માત થાય તો જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે નગર પાલીકા ચીફ ઓફીસરને ટેલીફોનીક વાત કરતાં જણવ્યું કે, આઠ થી દસ વસમાં આ બાબતે પાંજરાપોળ અને ગૌ શાળાના સંચાલકોની મિંટિંગ બોલાવીને તમામ પ્રશ્નોનું નિરાકારણ લાવશું, પરંતું શુ કોઇકનો ભોગ લેવાશે ત્યારે તંત્ર જાગશે ?