જૂનાગઢ: વરસાદ ની વચ્ચે પ્રકૃતિનો નજારો માણતા પ્રવાસીઓવરસતા વરસાદની વચ્ચે વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ગિરનારની પ્રકૃતિને માણવા માટે પ્રવાસીઓ આવી રહ્યા છે. કુદરતની અવિરત વરસતી મેઘકૃપા ગિરનાર પર્વતને લીલો બનાવી રહ્યું છે. કુદરતની આ કરામત ખૂબ જ નજીકથી જોવા જાણવા અને માણવા માટે વરસાદની વચ્ચે પણ પ્રવાસીઓ ગિરનાર પર્વત પર ખૂબ જ મુશ્કેલ કહી શકાય તેવું સીડીઓ દ્વારા ચડાણ કરીને કુદરતની સાથે ગિરનાર પર્વત પર બિરાજતા ધર્મસ્થાનોની મુલાકાત લઈ રહ્યા છે.
Junagadh Rain: વરસતા વરસાદની વચ્ચે પ્રકૃતિને માણવા ગિરનાર પર આવ્યા પ્રવાસીઓ - came to Girnar
પાછલા 48 કલાકથી જૂનાગઢની શહેરમાં 20 ઇંચ કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે. જેને કારણે પ્રાકૃતિક સૌંદર્ય માણવા માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર પ્રવાસીઓ આવી રહ્યા છે. સતત વરસાદની વચ્ચે યુવાનોએ ગિરનાર પર્વત પર પગપાળા ચડાણ કરીને કુદરતની વરસી રહેલી અવિરત મેઘ કૃપાને ખૂબ જ નજાકત થી માણી હતી.
![Junagadh Rain: વરસતા વરસાદની વચ્ચે પ્રકૃતિને માણવા ગિરનાર પર આવ્યા પ્રવાસીઓ વરસતા વરસાદની વચ્ચે પ્રકૃતિને માણવા ગિરનાર પર આવ્યા પ્રવાસીઓ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-07-2023/1200-675-18888044-thumbnail-16x9-j-aspera.jpg)
" કુદરતનો આ અનુભવ મનને શાંતિ પહોંચાડે છે. જેને કારણે ચાલુ વરસાદે પણ તેઓ ગિરનાર પર્વત પર આવ્યા છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર થી આવેલી અનુષ્કાએ પણ તેમનો વિજ્ઞાનનો આપ પ્રથમ પ્રવાસ ખૂબ જ યાદગાર જણાવ્યું હતું. જે રીતે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તે પણ સમયે ગિરનાર પર્વત પરથી સીડીઓ મારફતે ચડવું જીવનના એક અ વિશ્વમણીય ઘટના સાથે પણ જોડાશે."-- પ્રવાસી ભાવિન
આહલાદક અનુભવ: ચોમાસા દરમિયાન ગિરનાર પર્વતનું પ્રાકૃતિક સૌંદર્ય સૌ કોઈને ખેંચી લાવે છે. વરસતા વરસાદની વચ્ચે કુદરતની સાથે પ્રકૃતિનો જે આહલાદક અનુભવ થાય છે. તેને કારણે પણ મુશ્કેલ પરિસ્થિતિની વચ્ચે પ્રવાસીઓ આજે ગિરનાર તરફ આવી રહ્યા છે. દેશના અલગ રાજ્યમાંથી આવ્યા પ્રવાસીઓવરસાદની વચ્ચે ગીરનારનું પ્રાકૃતિક સૌંદર્ય માણવા માટે જૂનાગઢ સહિત ગુજરાતના સ્થાનિક પ્રવાસીઓની સાથે અન્ય રાજ્ય માંથી પણ પ્રવાસીઓ આવી રહ્યા છે. ગિરનાર પર્વત પર અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ગિરનારની સીડીઓ પરથી વરસાદનું પાણી પ્રવાહીત થઈ રહ્યું છે. આ નજારો જોવા માટે પણ પ્રવાસીઓ ચોમાસા દરમિયાન ગિરનાર આવતા હોય છે.