આજથી ઉપરકોટનો કિલ્લો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. કિલ્લામાં વિકાસના કામોને કારણે આજથી 15મી જૂન સુધી કિલ્લાને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. જેને લઈને પ્રવાસીઓમાં થોડો કચવાટ જોવા મળી રહ્યો છે. એક તરફ વેકેશન ચાલી રહ્યું છે તો બીજી તરફ આ સમયમાં પ્રવાસીઓનો ધસારો રહે છે. ત્યારે કિલ્લાને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતા પ્રવાસીઓમાં પણ થોડી નારાજગી જોવા મળી રહી છે.
આજથી પ્રવાસીઓ નહીં કરી શકે ઉપરકોટમાં પ્રવેશ જૂનાગઢમાં આવેલો પ્રાચીન કાળથી જૂનાગઢની શાનમાં વધારો કરી રહેલો અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર સમો ઉપરકોટનો કિલ્લો આજથી 15મી જૂન સુધી બંધ કરવામાં આવ્યો છે. આજથી કિલ્લાની અંદર પ્રવાસીઓને મુલાકાત માટે જવા દેવામાં નહીં આવે, કિલ્લાની અંદર કેટલાક સ્થળો પર રીનોવેશનનું કામ ચાલી રહ્યું છે તો કેટલીક નવી ભૌતિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. જેને લઈને આજથી 15મી જૂન સુધી કિલ્લા પર પ્રવાસીઓને પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. જેને લઇને અહીં આવતા પ્રવાસીઓમાં થોડો કચવાટ જોવા મળી રહ્યો છે.એક તરફ હાલ સમગ્ર દેશમાં વેકેશન ચાલી રહ્યું છે. જૂનાગઢમાં આવેલા પૌરાણિક સ્થળોની મુલાકાત વેકેશન દરમિયાન પ્રવાસીઓ ખૂબ બહોળા પ્રમાણમાં લેતા હોય છે. ત્યારે રાજ્ય સરકારના એક વિભાગ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વેકેશનના સમયમાં જ કિલ્લામાં સમારકામનું કામ હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અનેક શંકા ઊભી કરી રહ્યું છે. વેકેશનના સમય દરમિયાન યાત્રિકો અને પ્રવાસીઓનો જૂનાગઢ અને અને આસપાસના વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં ધસારો જોવા મળતો હોય છે. ત્યારે આ સમયમાં જ કિલ્લાને બંધ રાખવાનો જે અહમ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને અહીં આવતા યાત્રિકો પણ પરેશાન થઈ રહ્યા છે. સમગ્ર દેશમાંથી આવતા કેટલાક યાત્રિકોને ખબર નહીં હોય કે કિલ્લો આજથી 15મી જૂન સુધી બંધ રાખવામાં આવશે. ત્યારે અહીં આવતા પ્રવાસીઓને કિલ્લો જોવાની કોઇ તક નહીં મળે અને જેઓ કિલ્લાને જોયા વગર જ પરત ફરશે તેવું લાગી રહ્યું છે.