જૂનાગઢ: જૂનાગઢ સહિત રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદ પડ્યો છે. સૌથી વધારે વિસાવદર તાલુકામાં 11.88 ઇંચ મેંદરડામાં 7.48 ઈચ વંથલીમાં 05.42 ઇંચ અને જૂનાગઢ તાલુકામાં 04 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ગત 20 જુલાઈના દિવસે જૂનાગઢ શહેર અને જિલ્લામાં પડેલા 20 ઇંચ કરતા વધુ વરસાદને કારણે જળબંબાકાર સર્જાયો હતો. પરંતુ ત્યારબાદ 60 દિવસ સુધી વરસાદે વિરામ લેતા લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. આવા સમયે ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા નદી-નાળા જળાશયો છલકાયેલા જોવા મળતા હતા.
Junagadh Rain: વિસાવદર પંથકમાં વરસાદ બન્યો વિલન, ખેડૂતોના પાક પર પાણી ફર્યું - Rain
જૂનાગઢમાં દિવસ દરમિયાન સૌથી વધારે વરસાદ વિસાવદર તાલુકામાં 11.88 ઇંચ જેટલો નોંધાયો છે. જે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં સૌથી વધારે હોવાનું સામે આવ્યું છે. અતિભારે વરસાદને કારણે ફરી એક વખત વિસાવદર સહિત મેંદરડા વંથલી અને જૂનાગઢ તેમજ ગીર વિસ્તારના નદી-નાળા અને જળાશય છલકાયા હતા.
Published : Sep 19, 2023, 9:39 AM IST
|Updated : Sep 19, 2023, 11:16 AM IST
ભારે વરસાદને કારણે પાકને નુકસાન:ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ અતિ ભારે વરસાદને કારણે તૈયાર થઈ ગયેલા મગફળી સોયાબીન અને કેટલાક વિસ્તારમાં કપાસના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. પાછોતરા વાવેતર માટે આજનો વરસાદ લાભકારક માનવામાં આવે છે. પરંતુ આગતરા વાવેતરની મગફળી સોયાબીન અને અન્ય ચોમાસુ પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. વિસાવદર પંથકમાં સવારના છથી સાંજના છ વાગ્યા સુધીમાં 302 મીલીમીટર જેટલો વરસાદ પડ્યો છે. જેને કારણે આંબાજળ-ધ્રાફળ સહિત નાના-મોટા તમામ જળાશયો છલકાયેલા જોવા મળતા હતા.
ઓઝત નદીમાં ઘોડાપૂર: જૂનાગઢ પંથકમાં પડેલા વરસાદને કારણે ઓજત નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું હતું. જેને કારણે ઓઝત નદી પર બનાવવામાં આવેલા ઓઝત વિયર ડેમ પણ છલકાયેલા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ ગીર પંથકમાં આવેલા હિરણ બે ડેમનો એક દરવાજો ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને કારણે ખોલવામાં આવ્યો છે. તો રાવલ અને મછુંદરી નદી ડેમ વિસ્તારમાં આવેલા 11 જેટલા નિચાણ વાળા ગામોને એલર્ટ રહેવાની સૂચના પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે. કોડીનાર નજીકનો શિંગોડા ડેમ પર સંપૂર્ણપણે ભરાઈ જતા તેનો પણ એક દરવાજો 0.30 m સુધી ખોલવામાં આવ્યો છે. ગીર જંગલમાં આવેલ અને સૌથી મહત્વનો કમલેશ્વર ડેમ પણ અતિ ભારે વરસાદને કારણે છલકાયો છે. કમલેશ્વર ડેમ આખું વર્ષ સિંહ સહિત અન્ય વન્ય જીવો માટે પીવાના પાણીના સૌથી મજબૂત સોર્સ માનવામાં આવે છે. જે પણ છલકાયેલા જોવા મળે છે.