જૂનાગઢમાં પાનના ગલ્લા ખુલતા પોલીસની નિશ્રા હેઠળ તમાકુનું વેચાણ શરૂ - તમાકુની ખરીદી
જૂનાગઢમાં તમાકુનું વેચાણ પણ પોલીસની હાજરીમાં શરૂ કરવામાં આવ્યું છે. 55 દિવસ સુધી બંધ રહેલા પાન માવા મસાલાની દુકાનોને ચોથા તબક્કામાં વહેચવાની મંજૂરી આપવામાં આવતા હજારોની સંખ્યામાં તમાકુના વ્યસનીઓએ દુકાન બહાર તમાકુની ખરીદી કરવા માટે લાંબી લાઇનો લગાવી હતી.
જૂનાગઢ : લોકડાઉન દરમિયાન પ્રતિબંધિત એવા પાન માવા મસાલાને ચોથા તબક્કાના લોકડાઉનમાં અને 55 દિવસ બાદ મંજૂરી આપવામાં આવી છે. ત્યારે તમાકુના વ્યસનીઓએ તમાકુ સોપારી સહિતની વસ્તુઓ લેવા માટે લાંબી લચક લાઇનો લગાવી હતી. જે પ્રકારે ત્રીજા તબક્કાના લોકડાઉનમાં દારૂ જેવાં કેફી પીણાના વેચાણને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જેમાં પોલીસની હાજરીમાં સમગ્ર વેચાણ કરવામાં આવતું હતું. આ જ પ્રકારે ચોથા તબક્કાના લોકડાઉનમાં પણ પોલીસની હાજરી વચ્ચે તમાકુનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.