- દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને જૂનાગઢના યુવાને આપ્યું સમર્થન
- યુવાન ધર્મ હડવાણીએ બાઈક મારફતે ખેડૂતોના સમર્થનમાં દિલ્હી જવા રવાના
- યુવાન ખેડૂત પુત્રએ પ્રત્યેક વ્યક્તિને ખેડૂતોના સમર્થનમાં આગળ આવવા કરી વિનંતી
ખેડૂત આંદોલનને સમર્થનઃ જૂનાગઢનો ખેડૂત પુત્ર બાઇક મારફતે દિલ્હી જવા રવાના - ખેડૂત આંદોલનને સમર્થન
છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં આવેલા કૃષિ રથને લઈને પંજાબ-હરિયાણા સહિત અનેક રાજ્યના ખેડૂતો ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેના સમર્થનમાં હવે જૂનાગઢનો ખેડૂત યુવાન પુત્ર પણ આગળ આવ્યો છે અને આજે બાઇક મારફતે સોમનાથ મહાદેવના દર્શન કરીને સોમનાથથી દિલ્હી સુધીની બાઈક સમર્થન યાત્રાનો પ્રારંભ કર્યો છે.ત્યારે આજે જૂનાગઢ આવી પહોંચ્યા હતા. તેમણે etv ભારત સમક્ષ ખેડૂતોના સમર્થનને લઈને પોતાના દિલની વાત રજુ હતી.
જૂનાગઢઃ છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં સુધારેલા કૃષિ કાયદા અન્વયે પંજાબ હરિયાણા સહિત દેશના અન્ય પ્રાંતોના ખેડૂતો ભારે ઉગ્ર આંદોલન પર ઊતરી આવ્યા છે ત્યારે ખેડૂતોના સમર્થનમાં હવે જૂનાગઢનો યુવાન પણ આગળ આવ્યો છે. ધરમ હદવાણી નામનો યુવાન આજે સોમનાથથી દિલ્હી બાઈક યાત્રા કરીને ખેડૂતો સુધારેલા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન પર ઉતર્યા છે. તેમને તેનું સમર્થન આપવા માટે આજે સોમનાથથી રવાના થયો હતો જે યુવાન સવારે જૂનાગઢ આવી પહોંચતાં તેમણે આંદોલનને સમર્થન આપીરહ્યાની વાત etv ભારત સમક્ષ વ્યક્ત કરી હતી.
ખેડૂત પુત્રએ દેશના નાગરિકોને ખેડૂતોના સમર્થનમાં બહાર આવવા કરી અપીલ
ધરમ હદવાણી નામનો યુવાન આજે સોમનાથથી દિલ્હી સુધીની બાઈક યાત્રા પર નીકળી ચૂક્યો છે. ખેડૂતોના સમર્થનમાં બહાર આવેલો આ યુવાન દેશના પ્રત્યેક વ્યક્તિને ખેડૂતોના સમર્થનમાં બહાર આવવા તેમજ જે સુધારેલા કૃષિ કાયદો છે. તેનો વિરોધ કરીને જગતના તાતના સમર્થનમાં ઉભા રહેવા વિનંતી કરી હતી. ખેડૂત સમગ્ર વિશ્વનું પેટ ભરી રહ્યો છે ત્યારે આજે ખેડૂત ખૂબ મોટી સમસ્યામાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. ખેતી અને જમીન બચાવવા માટે ઝઝૂમી રહેલા ખેડૂતો અંતિમ પ્રયાસના ભાગરૂપે આજે દિલ્હીમાં આંદોલન પર ઊતરી આવ્યા છે. ત્યારે ખેડૂત આપણું પોષણ કરી રહ્યું છે તે પોતાની જમીન અને ખેતી બચાવવાનું જે આંદોલન કરી રહ્યા છે. તેમાં રાષ્ટ્રનો પ્રત્યેક નાગરિક ખેડૂતોના સમર્થનમાં બહાર આવે અને તેને ટેકો આપે તેવી વાત જૂનાગઢના યુવાન ખેડૂતપુત્રે કરી છે.