ગુજરાત

gujarat

ETV Bharat / state

ટ્રાફિક સમસ્યાનો નીકાલ કરવા કેશોદ પોલીસે વાહનચાલકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી

કેશોદ શહેરમાં થી પસાર થતાં જુનાગઢ - વેરાવળ રોડ, અજાબ - માંગરોળ રોડ અને (Keshod police took legal action against motorists )આંબાવાડી કાપડ બજાર ઉપરાંત શાકમાર્કેટ પટેલ રોડ પર સાંજના સમયે સહેલાઈથી નીકળી શકાય એમ ન હોય એટલો ટ્રાફિક જામ સર્જાય છે. નવરાત્રી પહેલાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા ડ્રાઈવ કરી હતી ત્યારે ફરીથી આજથી શરૂ કરવામાં આવેલ અભિયાન સળંગ ચલાવવામાં આવશે.

ટ્રાફિક સમસ્યાનો નીકાલ કરવા કેશોદ પોલીસે વાહનચાલકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી
ટ્રાફિક સમસ્યાનો નીકાલ કરવા કેશોદ પોલીસે વાહનચાલકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી

By

Published : Dec 11, 2022, 7:43 AM IST

કેશોદ: કેશોદ શહેરમાં થી પસાર થતાં જુનાગઢ - વેરાવળ રોડ, અજાબ - માંગરોળ રોડ અને આંબાવાડી કાપડ બજાર ઉપરાંત શાકમાર્કેટ પટેલ રોડ પર (Keshod police took legal action against motorists )સાંજના સમયે સહેલાઈથી નીકળી શકાય એમ ન હોય એટલો ટ્રાફિક જામ સર્જાય છે

દંડ સહિત ડીટેઈન ની કાર્યવાહી:ત્યારે આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી ની રાહબરી હેઠળ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા ખાસ ડ્રાઈવ કરી હતી. કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ કર્મચારીઓ અને ટ્રાફિક શાખાના સ્ટાફ સાથે ટોઈંગ ટ્રોલી લઈને ચાર ચોક થી બસ સ્ટેન્ડ સુધીનાં રોડ પર પગપાળા ચાલીને આડેધડ પાર્કિંગ કરેલાં વાહનચાલકો ને દંડ સહિત ડીટેઈન ની કાર્યવાહી કરવામાં આવી હતી.

વાહનચાલકો હેરાન થઈ રહ્યાં છે:કેશોદના માંગરોળ રોડ પર નવરાત્રી પહેલાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા ડ્રાઈવ કરી હતી ત્યારે ફરીથી આજથી શરૂ કરવામાં આવેલ અભિયાન સળંગ ચલાવવામાં આવશે તો કેશોદ મધ્યે થી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને સ્ટેટ હાઇવે પર આવેલા આડેધડ પાર્કિંગ અને ફેરિયાઓ પથારાવાળા ને કારણે વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે એનો ઉકેલ આવી શકશે. કેશોદના મુખ્ય માર્ગો પર આવેલ ખાનગી હોસ્પિટલો બેંકો ઉપરાંત સરકારી અર્ધસરકારી કચેરીઓમાં પાર્કિંગ ની વ્યવસ્થા ન હોવાથી રોડ પર આડેધડ પાર્કિંગ થાય છે.

ટ્રાફિક સમસ્યાનો ઉકેલ:કેશોદ પોલીસ દ્વારા સ્થાનિક નગરપાલિકા સાથે સંકલન કરી સંયુક્ત અભિયાન ચલાવવામાં આવશે તો કાયમી ધોરણે કેશોદના શહેરીજનો માટે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવી શકશે. કેશોદના સ્ટેશન રોડ પર દર રવિવારે ભરાતી ગુજરી બજાર ને કારણે એક તરફ નાં રોડ પર પગપાળા ચાલીને જવું હોય તો પણ મુશ્કેલ ભર્યું હોય છે ત્યારે કેશોદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ ટ્રાફિક ઝુંબેશ ચાલું રાખવામાં આવશે કે રાજકીય દખલગીરી થી અભેરાઈ એ ચડાવી દેવામાં આવશે એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.

ABOUT THE AUTHOR

...view details