ગુજરાત

gujarat

ETV Bharat / state

સાયકલિંગને પ્રોત્સાહન મળે તે માટે વર્ષ 2012 થી સતત સાઇકલ ચલાવી લોકોમાં જાગૃતિ ફેલાવે છે વન મેન NGO - વન મેન એનજીઓ

વર્ષ 2012 થી સાયકલિંગ કરીને પરિક્રમાની શરૂઆત કરતાં વન મેન એનજીઓ આજે સતત આઠમા વર્ષે સાઇકલ પરિક્રમા પૂર્ણ કરીને સાઇકલના ફાયદા અને સાઇકલ ચલાવવાથી શરીરને થતાં લાભ તેમજ પ્રદૂષણને ઘટાડવા માટે ઉપયોગી સાયકલ પ્રત્યે લોકોને માહિતગાર કરવાની સાથે સાઇકલ ચલાવવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે.

Etv Bharat, Gujarati News, Junagadh News
સાયકલિંગને પ્રોત્સાહન મળે તે માટે વર્ષ 2012 થી સતત સાઇકલ ચલાવી લોકોમાં જાગૃતિ ફેલાવે છે વન મેન NGO

By

Published : Dec 7, 2020, 9:26 AM IST

  • સાઇકલના લાભા-લાભ તેમજ સાયકલિંગથી મળતી કસરત અંગે લોકો જાગૃત થાય તે માટેનો પ્રયાસ
  • વર્ષ 2012 થી સતત સાઇકલ પરિક્રમા કરી રહેલા એનજીઓએ લોકોને સાઇકલ ચલાવવા કરી વિનંતી
  • સાયકલિંગથી શરીરની કસરત મળવાની સાથે રોગો સામે લડવાની શક્તિ મળે છે

જૂનાગઢઃ વર્ષ 2012 થી સાયકલિંગ કરીને પરિક્રમાની શરૂઆત કરતાં વન મેન એનજીઓ આજે સતત આઠમા વર્ષે સાઇકલ પરિક્રમા પૂર્ણ કરીને સાઇકલના ફાયદા અને સાઇકલ ચલાવવાથી શરીરને થતાં લાભ તેમજ પ્રદૂષણને ઘટાડવા માટે ઉપયોગી સાયકલ પ્રત્યે લોકોને માહિતગાર કરવાની સાથે સાઇકલ ચલાવવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે.

વર્ષ 2012 થી સતત સાઇકલ પરિક્રમા કરી રહેલા વન મેન એનજીઓ લોકોને સાઇકલ પ્રત્યે જાગૃતતા કેળવી રહ્યા છે

વર્ષ 2012 થી જૂનાગઢમાં સાઇકલ પર ગિરનાર પરિક્રમા કરવાની પ્રથાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં જોડાયેલા અને જૂનાગઢમાં વન મેન એનજીઓ ચલાવતા ઇન્ડિયને પાછલા આઠ વર્ષ દરમિયાન સાયકલિંગ પર અનેક પ્રવાસો કરીને સાઇકલ દ્વારા થતા ફાયદા તેમજ સાઇકલનું જીવનમાં કેટલું મહત્વ છે અને સાઇકલ પ્રત્યેક વ્યક્તિને કેવુ આરોગ્ય અને તંદુરસ્તી બક્ષી શકે છે, તેની લોકજાગૃતિ પ્રત્યેક વ્યક્તિમાં આવે તે માટે વર્ષ 2012 થી સતત સાઇકલ પર જોવા મળી રહ્યા છે. તેમનો ઉદ્દેશ છે કે, લોકો અઠવાડિયામાં એક વખત પણ સાઇકલ ચલાવતા થાય તો પ્રદૂષણની સાથે સારું માનવ આરોગ્ય ધરાવતા દેશોમા ભારત સમગ્ર વિશ્વમાં પોતાનું નામ અંકે કરાવી શકે તેમ છે.

સાયકલિંગને પ્રોત્સાહન મળે તે માટે વર્ષ 2012 થી સતત સાઇકલ ચલાવી લોકોમાં જાગૃતિ ફેલાવે છે વન મેન NGO
જૂનાગઢમાં સતત આઠ વર્ષથી સાયકલિંગની સાથે પ્રદૂષણ મુક્ત વાતાવરણનું અભિયાન સાઈકલ પર ચાલી રહ્યું છે
વર્ષ 2012 થી ઓન્લી ઇન્ડિયન સાઇકલ પર સતત જોવા મળે છે, તેઓ સાયકલિંગના ફાયદાની સાથે સાઇકલ ચલાવવાથી પ્રદૂષણ જેવી વૈશ્વિક સમસ્યામાંથી થોડે ઘણે અંશે પણ મુક્તિ મળી શકે તેમ છે તેને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે સતત પ્રયત્નશીલ જોવા મળી રહ્યા છે. જૂનાગઢમાં આયોજિત શિવરાત્રી અને પરિક્રમાના મેળા તેમજ ભવનાથમાં વેકેશન દરમિયાન આવતા ટુરિસ્ટોને પણ ઓન્લી ઇન્ડિયન સાઇકલના લાભા-લાભ અને સાઇકલ ચલાવવાથી રાષ્ટ્રને પ્રદૂષણમાંથી મુક્ત કરી શકાય છે તે અંગેની માહિતી લોકોને આપીને સાયકલિંગ અને તેના ફાયદા તેમજ સાઇકલ ચલાવવી જોઈએ તે અંગે શક્ય તેટલા તમામ પ્રયાસો કરીને લોકોમાં જાગૃતિ કેળવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details