ગુજરાત

gujarat

ETV Bharat / state

પીઠડિયા ટોલ નાકા પાસે કતલખાને લઇ જતા ત્રણ ટ્રક પકડાયા - trucks

માણાવદર: તાલુકાના થાનીયાળા ગામેથી ત્રણ ટ્રકોમાં 18 ગૌવંશોને ઘાસચારો કે પાણીની સુવિધા વગર ક્રુરતાથી બાંધીને કતલ કરવાના ઇરાદે લઈ જતા હોવાની ગૌસેવકોને બાતમી મળી હતી. ગૌસેવકો દ્વારા ટ્રકનો પીછો કરી જેતપુરના પીઠડીયા ટોલનાકા પાસે રાત્રીના પકડીને વીરપુર પોલીસના હવાલે કર્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 11, 2019, 1:48 PM IST

માણાવદર તાલુકાના થાનીયાળા ગામેથી રેઢીયાળ ૧૮ ગૌવંશોને ચોરી કરી તેને કતલ કરવાના ઇરાદે ત્રણ ટ્રકોમાં ભરીને ભરૂચ જીલ્લામાં કેટલાક શખ્સો લઈ જતા હોવાની બાતમીને આધારે માણાવદર, જુનાગઢ અને ઉપલેટાના ગૌસેવકો દ્વારા ટ્રકોનો પીછો કરી તેને ઝડપી પાડ્યા હતાં.

કતલખાને લઇ જતા ત્રણ ટ્રક પકડાયા

ગૌવંશો ભરેલ હોવાથી ટ્રક ચાલકોને ગૌસેવકોએ ઝડપી વીરપુર પોલીસને બોલાવી ત્રણ ટ્રકોમાંથી પકડેલા ૧૩ શખ્સોને પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે આ 13 શખ્સોની પુછપરછ કરી ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960 મુજબ કાર્યવાહી કરી હતી. આ તમામ ગૌવંશ પશુઓને જેતપુર પાંજરાપોળમાં મોકલી આપી આગળની તપાસ વીરપુર પોલીસે હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details