- જૂનાગઢ જિલ્લા જેલમાંથી મોબાઇલ મળવાનો સિલસિલો યથાવત
- અમદાવાદ જડતી ટીમે વધુ ત્રણ મોબાઈલ ઝડપી પાડયા
- કાચા કામના કેદીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી
જૂનાગઢ જિલ્લા જેલમાંથી અમદાવાદની જડતી સ્કવોડે વધુ ત્રણ મોબાઈલ ઝડપ્યા - Ahmedabad's hasty squad
જૂનાગઢ જિલ્લા જેલમાંથી અમદાવાદ જડતી ટીમને એક મોબાઇલ કાચા કામના કેદી પાસેથી તેમજ બે મોબાઇલ કચરાના ડબ્બામાંથી મળી આવતા જેલ જડતી ટીમે કાચા કામના કેદી અને અન્ય આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
જૂનાગઢ : જિલ્લા જેલમાંથી મોબાઇલ ફોન મળી આવવાનો સિલસિલો યથાવત છે. એક અઠવાડિયા પહેલા કાચા કામના કેદી પાસેથી જૂનાગઢ જેલ સ્થાનિક પ્રશાસન દ્વારા તપાસ કરવામાં આવતાં એક મોબાઇલ મળી આવ્યો હતો. જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર અમદાવાદ જેલ જડતી ટીમે જૂનાગઢ જિલ્લા જેલમાં ફરીથી એક વખત તપાસ હાથ ધરી હતી. જેમાં એક મોબાઇલ કાચા કામના કેદી પાસેથી તેમજ બે મોબાઇલ કચરાના ડબ્બામાંથી મળી આવ્યા હતા.
એક અઠવાડિયા દરમ્યાન 4 મોબાઇલ મળી આવ્યા
પાછલા એક અઠવાડિયા દરમિયાન જૂનાગઢ જિલ્લા જેલમાંથી 4 મોબાઇલ મળી આવ્યા છે. જેલ જડતી ટીમ અમદાવાદ દ્વારા કાચા કામના કેદીની તપાસ કરતા તેની પાસેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેને લઇને જડતી ટીમે વધુ તપાસ હાથ ધરતા ભંગાર અને કચરાના ડબ્બામાંથી વધુ બે મોબાઇલ બિનવારસી હાલતમાં જોવા મળ્યા હતા. આ ત્રણેય મોબાઈલ ફોનનો કબજો લઇને અમદાવાદ જેલ જડતી ટીમે કાચા કામના કેદી અને અન્ય કેદીઓ સામે મોબાઈલ રાખવાના ગુનામાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.