ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢઃ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ત્રણ સિંહબાળનો થયો જન્મ

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહણે આજે ત્રણ સિંહબાળને જન્મ આપ્યો છે. જન્મ બાદ માતા સિંહણ અને ત્રણેય સિંહબાળ તંદુરસ્ત હાલતમાં જોવા મળી રહ્યા છે અને વન વિભાગના અધિકારીઓ ત્રણેય નવજાત સિંહ બાળ અને માતા સિંહણ પર સતત નજર રાખી રહ્યા છે.

By

Published : Apr 28, 2021, 7:55 AM IST

lion
lion

  • જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહણે આપ્યો ત્રણ સિંહ બાળને જન્મ
  • માતા સિંહણ અને નવજાત ત્રણેય સિંહબાળ તંદુરસ્ત હાલતમાં
  • વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સિંહ બાળ અને સિંહણ પર સતત રાખી રહ્યા છે નજર


જૂનાગઢઃ કોરોના સંક્રમણની વચ્ચે સતત માઠા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. આવા કપરા સમયમાં જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય માંથી ખૂબ સારા અને ઉત્સાહ જનક સમાચારો મળી રહ્યા છે. પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલી સિંહણે ત્રણ તંદુરસ્ત સિંહબાળને જન્મ આપતા વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે સિહણે તંદુરસ્ત સિંહ બાળને જન્મ આપ્યો હતો. સક્કરબાગના અધિકારીઓ અને તબીબોને થતા તબીબોમાં પણ ભારે ખુશી જોવા મળી રહી હતી. જન્મ આપનાર માદા સિંહણ ત્રણેય સિંહબાળની કાળજી લઇ રહી છે તેને લઈને વન વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચોઃજૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ એક સિંહણે આપ્યો ત્રણ બચ્ચાને જન્મ


સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય સિંહ બ્રિડીગ માટે એશિયામાં એક માત્ર સ્થળ છે

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને સિંહોના બ્રિડિંગ સેન્ટર તરીકે પણ એશિયામાં ખ્યાતિ મળી છે. અહીં સિંહોના સતત બ્રિડીગને કારણે સિંહોની વસતીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગીરમાં જોવા મળતા સિંહનું પ્રાકૃતિક વાતાવરણમાં અને તબીબો તેમજ વનવિભાગના કર્મચારીઓની નીચે સતત બ્રિડિંગ થઈ રહ્યું છે. જે સિંહની સંતતિને સાચવી રાખવામાં અને તેનો વધારો કરવામાં ખૂબ જ મહત્વનું બની રહ્યું છે. અહીંથી દેશ અને દુનિયામાં એશિયાઈટીક સિંહોની સંતતિને વિશ્વના ઘણા પ્રાણી સંગ્રહાલયમાં પણ મોકલવામાં આવ્યા છે. જેને કારણે વિદેશના પ્રાણી સંગ્રહાલયોમાં પણ ગીરના સિંહોની ડણક આજે પણ સંભળાઇ રહી છે. આજે ત્રણ તંદુરસ્ત સિંહબાળને જન્મ આપનારી માતા જશાધારથી અને નર સિંહને આકોલવાડી વિસ્તારમાંથી પકડીને કોઈ કારણોસર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details