જૂનાગઢઃ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં છેલ્લા એક અઠવાડિયાથી સારવાર લઈ રહેલી ત્રણ મહિલા દર્દીઓ આજે કોરોના સંક્રમણથી મુક્ત થતાં તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી.
જૂનાગઢ: કોરોના પોઝિટિવ ત્રણ મહિલા દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ - latest news of lockdown
જૂનાગઢ જિલ્લામાં હવે કોરોના સંક્રમિત વ્યક્તિઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવાની પ્રક્રિયા વધુ ઝડપી બની રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા ખાસ આઇસોલેશન વોર્ડમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના સંક્રમિત થયા બાદ સારવાર લઈ રહેલી ત્રણ મહિલા દર્દીઓને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી.
ડિસ્ચાર્જ કરતી વખતે સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ જિલ્લા વિકાસ અધિકારી અને સતત દર્દીઓની વચ્ચે રહેલા તબીબોએ આ મહિલાને ઉમળકાભેર હોસ્પિટલમાંથી રજા આપી હતી.
આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલી ત્રણ મહિલાઓ પૈકી બે મહિલાઓ ભેસાણ ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લેબોરેટરીમાં ટેકનિશિયન તરીકે કામ કરે છે.
આ મહિલા કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર કરતી વખતે પોતે સંક્રમણનો ભોગ બની હતી અને ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી હવે જ્યારે આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં આ મહિલા ટેકનિશિયન ફરીથી કોરોના વોરીયર્સ તરીકે જોડાઈને કોરોના સામેની લડાઈમાં તેમનું યોગદાન આપશે.