જિલ્લાના માંગરોળમાં આવેલા સ્વામી નારાયણ મંદિરના સ્વામી ગોપાલચરણ પ્રેમવતીનંદનદાસજીને અમદાવાદની એક યુવતી, નિકુંજ પટેલ અને ચેતન નામના વ્યક્તિઓએ ફસાવી સ્વામીની એક યુવતી સાથે માણેલી અંગત પળોની સીડી બનાવી અને સ્વામીને બ્લેકમેલ કરી રૂપિયા 50 લાખની માંગણી કરી હતી. આ સમગ્ર કારસાને અમદાવાદની હનીબની હોટલમાં અંજામ આપવામાં આવ્યો હતો.
હનીબની હોટલમાં હનીટ્રેપ, જૂનાગઢમાં સ્વામીની ફરિયાદ બાદ 4ની ધરપકડ - mangrol news
જૂનાગઢ: રાજ્યમાં ફરી એક સ્વામીનારાયણ સંપ્રદાયના સંત હનીટ્રેપમાં ફસાયા છે. જેમાં માંગરોળના સ્વામી ગોપાલચરણને નિશાન બનાવી અમદાવાદની યુવતી અને તેના સાગરીતોએ સમગ્ર કારસો રચ્યો હતો અને સ્વામીની સેકસ ક્લિપ બનાવી રૂપિયા 50 લાખની ખંડણી માંગતા આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સ્વામીની ફરીયાદ બાદ ત્રણની ધરપકડ
આ ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી અને યુવતી ઉપર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવવાની ધમકી આપતા આ સમગ્ર હનીટ્રેપનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં યુવતી સહિત બે શખ્સોની ઘરપકડ કરવામાં આવી છે.
Last Updated : Dec 16, 2019, 10:26 AM IST