ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢના કેશોદ ખાતે ધુણેશ્વર દાદાનો અનોખો મેળો માણતા હજારો લોકો

જિલ્લાના કેશોદમાં ધુણેશ્વર દાદાનો અનોખો મેળો લોકો માણે છે, ત્યારે આ મેળાને લઇ મંદિરને સંપુર્ણ પણે લાઇટીંગથી શણગારવામાં આવે છે. આ તકે લોકો ભારે માત્રામાં મેળાનો લ્હાવો લેવા ઉમટી પડે છે.

કેશોદ ખાતે ધુણેશ્વર દાદાનો અનોખો મેળો માણતા હજારો લોકો
કેશોદ ખાતે ધુણેશ્વર દાદાનો અનોખો મેળો માણતા હજારો લોકો

By

Published : Mar 11, 2020, 2:34 AM IST

જૂનાગઢ : કેશોદ તાલુકાના ઈસરા ગામે નાગ દેવતા ધુણેશ્વર દાદાનું મંદિર આવેલુ છે. જ્યાં વર્ષોથી ધુળેટીના દિવસે મેળો યોજાઇ છે. આ તકે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરને મનમોહક લાઈટીંગથી શણગારવામાં આવ્યું હતું. આ તકે મેળાની વિશેષતા કહેતા જણાવી દઇએ કે ધુણેશ્વર દાદાને ધુળ ચડાવવામાં આવે છે. શ્રધ્ધાળુઓ એક ખોબો ધુળ ચડાવે છે. તે ઉપરાંત શ્રીફળથી પારણાં નીમક તથા ઘઉની ઘુઘરી ધરવામાં આવે છે.

કેશોદ ખાતે ધુણેશ્વર દાદાનો અનોખો મેળો માણતા હજારો લોકો
સૌરાષ્ટ્રભરમાં અને જુનાગઢ જીલ્લામાં એક માત્ર ઘુણેશ્વર દાદાનું આ મંદિર એવું છે. જ્યાં આજપાસના 25થી પણ વધારે ગામના લોકો જેમને ત્યાં પ્રથમ પુત્રનો જન્મ થાય તેને ધુળેટીના દિવસે ધુણેશ્વર દાદાને સવા મણની ઘઉની ઘુઘરી ધરવામાં આવે છે અને તેની પ્રસાદી પણ લેવામાં આવે છે. આ મેળામાં ખાણીપીણીના સ્ટોલ, કટલેરી, બજાર રમકડાના સ્ટોલમાં લોકો મેળાની યાદગીરી માટે ખરીદી કરે છે. ધુણેશ્વર દાદાના મંદિરના લાભાર્થે કાન ગોપી રાસ મંડળીનું આયોજન કરવામાં આવે છે. જેમાં જુદા જુદા ગામોના કલાકારો તથા સેવાભાવીઓ દ્વારા નિ:સ્વાર્થ ભાવે સેવા આપવામાં આવે છે. આ તકે એકઠું થતુ તમામ ફંડ ધુણેશ્વર દાદાના મંદિરના સેવાકીય કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેવા અનેક પ્રકારના આયોજન આ મેળામાં કરવામા આવે છે. આ સમગ્ર મેળાના આયોજન વચ્ચે પોલીસનો પુરતો બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details