પરિવારજનો ઘણીવાર પોતાના સંતાનની ખુશી માટે પૈસા આપી દેતા હોય છે, ત્યારે બાળક ઘણીવાર પોતાનું ધ્યાન રાખી શકતા હોતા નથી. સિક્કો ગળી જવાની ઘટના ઘણીવાર સામે આવતી જોવા મળે છે. આવી જ ઘટના જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં જોવા મળી છે. માંગરોળ નજીક નવા કોટડા ગામે રહેતા અજય ગોંવિદભાઇ મેવાડા નામના 5 વર્ષના બાળકને સિક્કો વાપરવા આપ્યો હતો પરંતુ માતાની સામે જ બાળક સિક્કો મોઢામાં મૂકતાં જ પેટમાં ચાલ્યો ગયો હતો.
તમારા બાળકને સિક્કા આપતા પહેલા જોઈ લો આ ઘટના... - kotda
માંગરોળઃ પૈસા ખુબ કિંમતી હોય છે, પરંતુ ઘણીવાર તે જીવ પણ લઇ શકે છે. આવી જ ઘટના જૂનાગઢના માંગરોળ જિલ્લામાં જોવા મળી હતી. શું છે સિક્કા અને બાળકની આ વાત વાંચો સમગ્ર ઘટના..
તમારા બાળકને સિક્કા આપતા પહેલા જોઇ લ્યો આ ઘટના...
આ ઉપરાંત બાળકની ઘરની પરિસ્થિતી પણ સારી ન નથી. પિતાની છત્રછાયા વગર માતા સાથે રહેતો આ માસુમ ભગવાનની દયાથી સહી સલામત છે કારણ કે સિક્કો અન્નનળી કે શ્વાસનળીમાં ફસાયા વિના પેટમાં ઉતરી જવા પામ્યો હતો. હાલ તો આ બાળક નોર્મલ છે પરંતુ જો સિક્કો મળવાટે નહીં નીકળે તો બાળકનું ઓપરેશન કરવાની નોબત આવી શકે છે.
સમગ્ર ઘટના પરથી એ બોધપાઠ મેળવી શકીએ કે, બાળકને સિક્કા આપતા પહેલા વિચારી જોજો કે ક્યાંક તમે તેના જીવ સાથે ચેડાં નથી કરી રહ્યા ને?