- જૂનાગઢ જિલ્લામાં આજે પણ ખાવાના પાનની પારંપરિક ખેતી થઈ રહી છે
- કોરોના સંક્રમણને કારણે બજાર ભાવો ઘટતા ખેડૂત બન્યા નાસીપાસ
- કોરોના સંક્રમણને કારણે પાનની ખેતી કરતા ખેડૂતોની તકલીફમાં વધારો
જૂનાગઢ:આજકાલ પાન ખાવું એક શોખ બની ગયો છે લગ્ન પ્રસંગે પન પાન ખાવા માટે રાખવામાં આવે છે. ત્યારેજિલ્લાના ચોરવાડ, કુકસવાડા, ગડુ સહિત આસપાસના 10 કરતાં વધુ ગામોમાં ખાવાના પાનની ખેતી થઈ રહી છે. અહીં ઉત્પાદિત થતાં પાનની માગ સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. વર્ષો પહેલા ચોરવાડ, ગળું અને કુકસવાડા સહિત મોટાભાગના ગામોમાં ખાવાના પાનની ખેતી થતી હતી પરંતુ ધીમે-ધીમે પારંપરિક પાનની ખેતી આજે આંગળીના વેઢે ગણી શકાય તેટલા ગામોમાં થઈ રહી છે. વધુમાં કોરોના સંક્રમણને કારણે પાનની ખેતી કરતા ખેડૂતોની તકલીફમાં વધારો થતાં પાનની પારંપારિક ખેતી કરતા ખેડૂતો નાસીપાસ થઇ રહ્યા છે.
આ પણ વાંચો:ઔષધીયગુણોથી સમૃધ્ધ હળદરની પ્રાકૃતિક ખેતી, વર્ષે રૂપિયા 8 લાખથી વધુનું ઉત્પાદન મેળવતા ખેડૂત
જૂનાગઢ જિલ્લાના ગામળામાં ખાવાના પાનની ખેતી
જૂનાગઢ જિલ્લાના ચોરવાડ, ગળુ, કુકસવાડા સહિત મોટા ભાગના ગામોમાં ખાવાના પાનની ખેતી વર્ષોથી થતી આવી છે. આજે પણ આ વિસ્તારમાં એક માત્ર ખાવાના પાનની ખેતી થઈ રહી છે. સમય અને સંજોગ બદલાતા હવે ધીમે ધીમે પાનની ખેતી કરતા ખેડૂતો અન્ય ખેતીપાકો તરફ વળ્યા છે. એક સમય હતો કે, ગળું અને કુકસવાડા વિસ્તારમાં ઉત્પાદિત થતા પાનની માગ દિલ્હી મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં જોવા મળતી હતી પરંતુ હવે વિપરીત પરિસ્થિતિ અને ખેતીની પ્રતિકૂળતા ઊભી થવાને કારણે ખાવાના પાનને પારંપરિક ખેતી હવે આંગળીને વેઢે ગણી શકાય તેટલા ગામોમાં થઈ રહી છે.
સંક્રમણના કારણે પાનની ખેતી કરતા ખેડૂતોની તકલીફમાં થયો વધારો આ પણ વાંચો:કચ્છના ખેડૂતોએ ઈઝરાયલની બાગાયતી ખેતી પદ્ધતિ અપનાવી, બરહી ખારેકનો પ્રથમ પાક બજારમાં આવ્યો
કોરોના સંક્રમણને કારણે બજાર ભાવ નીચે, ખેડૂતો અનુભવી રહ્યા છે મુશ્કેલી
કોરોના સંક્રમણને કારણે પાનના બજાર ભાવોમાં 200 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે પણ પાનની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો નાસીપાસ થઇ રહ્યા છે. સંક્રમણ પહેલા 2000ની કિંમત 700 થી 900 રૂપિયા જોવા મળતી હતી. જે કોરોના સંક્રમણ બાદ આજે 300 થી 500 રૂપિયા સુધી જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાંનું ઉત્પાદન કરતા ખેડૂતોને પ્રતિ 2000 પાનના 300થી લઈને 500 રૂપિયા સુધીના ઓછા બજાર ભાવો મળી રહ્યા છે. આ વિસ્તારમાં બંગલો કપુરી અને કાળા પાનની ખેતી થતી આવી છે, જેમાં કપુરી પાનના બજાર ભાવ સારા મળતા હોય છે પરંતુ કોરોના સંક્રમણને કારણે પાનના બજાર ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને કારણે પણ ખેડૂતો પાનની પારંપરિક ખેતીને ટકાવી રાખવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે.