- કેશોદમાં ચોરીની ઘટના
- ઉતાવળીયા નદી કાંઠા વિસ્તાર નજીક મકાનમાં ચોરી
- દરવાજા તોડી રોકડ રકમ લઇ ચોર ફરાર
કેશોદમાં તસ્કરોનો હાથફેરો, 2 લાખથી વધુ રોકડની ચોરી - ગુજરાત પોલીસ
કેશોદમાં નવા વર્ષની શરૂઆતમાં જ ઉતાવળીયા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા બે મકાનોમાં ચોરીની ઘટના બની હતી. હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
Keshod
જૂનાગઢઃ કેશોદમાં નવા વર્ષની શરૂઆતમાં જ ઉતાવળીયા નદિના કાંઠા વિસ્તારમાં આવેલા બે મકાનોમાં ચોરીની ઘટના બની હતી. હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
બે મકાનોમાંથી બે લાખ ચાલીસ હજારથી વધુ રોકડની ચોરી
મકાન માલિક નવા વર્ષ નિમિતે બહાર ગયા હતા, ત્યારે ચોરોએ આ તકનો લાભ ઉઠાવી એક ઘરમાં ચોરી કરી હતી. આ ઉપરાંત ફટાકડાની દુકાનમાંથી 2 લાખ 40 હજારથી વધુની રોકડ લઇને ચોરો પલાયન થયા હતા. હાલ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં વધુ તપાસ હાથ ધરાઇ છે.