જુનાગઢ : સોના ચાંદી હીરા જવેરાત રોકડ અને માલમતાની ચોરીના અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ શું કોઈ કલ્પના કરી શકે કે ફૂલ છોડના કુંડાની ચોરી કરી શકે. જો તમે એમ સમજતા હોય કે ફૂલ છોડના કુંડાની ચોરી ન થઈ શકે તો આ તમારી માન્યતા ખોટી છે. જુનાગઢમાં ફુલ છોડના કુંડાની ચોરી (Theft of Flower Plant Pots in Junagadh) થવાની ઘટના સામે આવી છે. રાત્રિના બે કલાકની આસપાસ કોઈ શિક્ષિત વ્યક્તિ કારમાં આવીને ફૂલ છોડના કુંડાની ચોરી કરીને અંધારામાં પલાયન થતા ચોરીના CCTV સામે આવ્યા છે.
ફૂલ છોડના કુંડા ચોરીને કરી પલાયન
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, રાત્રિના બે વાગ્યાની આસપાસ સફેદ કલરની કારમાં કોઈ વ્યક્તિ સોસાયટીમાં પ્રવેશ કરે છે. કારમાંથી ઉતરીને રેલ્વે સ્ટેશન નજીક આવેલી સોસાયટીના એક નિર્ધારિત સ્થળે રાખેલા ફૂલછોડના કુડાની ચોરી (Theft in Junagadh) કરીને કાર ચલાવી પલાયન થઈ જાય છે. કારમાં આવેલા ફૂલ છોડના કુંડાનો ચોર આ વિસ્તારમાં અગાઉ અનેક વખત રેકી કરી ગયો હશે એવું વિડીયો જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે.