- અમદાવાદની આયેશા બાદ વંથલીના રમેશે પણ આત્મહત્યા કરતા પૂર્વે વીડિયો બનાવ્યો
- ભાગીદારે મહેનતાણાના રૂપિયા નહીં આપતા કરી આત્મહત્યા
- વંથલી પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રો કર્યા ગતિમાન
જૂનાગઢઃ અમદાવાદમાં થોડા દિવસો પહેલા આયશા નામની યુવતીએ વીડિયો બનાવી સોશિયલ મિડિયામાં વાયરલ કરીને આત્મહત્યા કરી હતી, ત્યારે જૂનાગઢના વંથલીમાં પણ આવી જ ઘટના સામે આવી છે. વંથલીના રમેશ નામના યુવકે ઓજત ડેમમા જંપલાવીને જીવતર ટુંકાવ્યું છે. અમદાવાદની આયેશાએ સામાજિક દુષણો સામે જીક નહીં ઝીલી શકતા હસતે મોઢે મોતને વાલુ કરતી હોય તે પ્રકારે વીડિયો બનાવીને તેમના પરિવારજન અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો, એ જ પ્રકારે વંથલીના રમેશે પણ વીડિયો બનાવી આત્મહત્યા કરી હતી.
રમેશે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને ઓજત ડેમમાં આત્મહત્યા કરી
વંથલીનો આ યુવક આર્થિક અસમાનતાનો ભોગ બન્યો હતો અને પોતાના મહેનતાણાની મહેનતની રકમ આપવાની આનાકાની કરતા સંજય પાસે રમેશ રૂપિયા માગતા તેણે રૂપિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો. ગરીબ પરિવારનો રમેશે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને ઓજત ડેમમાં આત્મહત્યા કરી હતી. આયેશાએ સામાજિક વ્યવસ્થા સામે હાર માનીને જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે રમેશે આર્થિક અસમાનતા સામે જીક નહીં જોઈ શકવાને કારણે પોતાની જાતને ડેમમાં જળમગ્ન કરીને જીવનનો અંત આણ્યો હતો.